IPL 2023 ની આજ થી શરૂઆત થવા જઈ રહી છે તે પહેલા જ, ભારતના પૂર્વ ક્રિકેટર અને વર્તમાન નિષ્ણાત સંજય માંજરેકરે ટૂર્નામેન્ટને લઈને 10 ચોંકાવનારી આગાહીઓ કરી છે. આ સિવાય તેઓએ પ્લેઓફમાં પહોંચેલી ટોચની 4 ટીમો અને મહેન્દ્ર સિંહ ધોની, રોહિત શર્મા, વિરાટ કોહલી વિશે પણ ખૂબજ બોલ્યા હતા. તેઓએ જણાવ્યું કે આ જ વર્ષે આરસીબીની જીત સાથેજ કોહલીનું આઈપીએલ ટાઈટલ જીતવાનું સપનું પણ સાકાર થઇ જશે. અને સાથે સાથે તેઓએ એ પણ જણાવ્યું કે ટૂર્નામેન્ટ દરમિયાન સ્પીડસ્ટર ઉમરાન મલિક 160kmphની સ્પીડ પાર થઇ જશે. ચાલો જાણી લઈએ કે તેઓએ બીજી 10 મોટી શું ભવિષ્યવાણીઓ કરી છે.-
ESPNcricinfo સાથેની માંજરેકરની મુલાકાત દરમિયાન તેઓને પહેલી પ્લેઓફની ચાર ટીમો વિશે પૂછવામાં આવ્યું. અહીં તેઓએ ફાફ ડુ પ્લેસિસની આગેવાની નીચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, સંજુ સેમસનની રાજસ્થાન રોયલ્સ, મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ અને કેએલ રાહુલની લખનઉ સુપર જાયન્ટ્સનું નામ આપ્યું. તેણે ઓરેન્જ કેપના સ્પર્ધક તરીકે જોસ બટલરનું નામ લેતા કહ્યું કે યુઝવેન્દ્ર ચહલ પર્પલ કેપ જીતી શકે તેવું લાગી રહ્યું છે.
તેઓને અમુક પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા જે નીચે મુજબના છે.
પ્રશ્ન- શું આ વખતે ઉમરાન મલિક 160kmphની સ્પીડ પાર કરી શકશે?
જવાબ – હા ચોક્કસ
પ્રશ્ન- યુવા ખેલાડીઓ એ આ વર્ષની સિઝનમાં પોતાની છાપ છોડી શકે છે?
જવાબ- હા, અને હું અહીં યશ ધૂલનું નામ આપું છું કારણ કે તે નું પ્રદર્શન ખુબજ સારું જોવા મળી રહ્યું છે.
સવાલ- રોહિત શર્મા કે સૂર્યકુમાર યાદવ માંથી સૌથી વધુ રન કોણ મુંબઈ ઈન્ડિયન્સ માટે બનાવશે?
જવાબ- તેઓએ રોહિત શર્મા નું નામ જણાવતા કહ્યું કે તે ઓપનર છે.
સવાલ- રિષભ પંતની જગ્યાએ આ સીઝન માં દિલ્હી કેપિટલ્સનો વિકેટ કીપર કોણ હશે?
જવાબ- સરફરાઝ ખાન
સવાલ- શું નીતિશ રાણાની કેપ્ટન્સી હેઠળ કોલકાતા નાઈટ રાઈડર્સનું મેચો જીતી શકશે?
જવાબ- હા,
સવાલ- વિરાટ કોહલીનું શું આ સિઝન દરમિયાન ટ્રોફી જીતવાનું સપનું સાકાર થઇ શકે છે?
જવાબ- હા,
સવાલ- શું ધોની ચેન્નાઈને સુપર કિંગ ને ચેમ્પિયન બનાવીને IPL માંથી હંમેશને માટે વિદાય લેશે?
જવાબ- કશું કહી ન શકાય
આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.