Bank Privatisation Latest News: ભારત દેશની કેન્દ્ર સરકાર દ્વારા ઘણી બધી બેંકોનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે જે ખુબજ મહત્વનું છે. ફરી એકવાર બેંકોનાખાનગીકરણને લઈને ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારત સરકારે ઘણી બેંકો અને કંપનીઓનું ખાનગીકરણ કરવાનો ખૂબ મહત્વનો નિર્ણય લીધો છે, આ ખાનગી કરણ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. તેમજ હાલમાં સરકારી કર્મચારીઓ તેનો વિરોધ ખુબજ સારો કરી રહ્યા છે.
SBI સિવાયની ભારતની બધી બેંકો ખાનગી હોઈ શકે છે
ભારત દેશના બે મહાન અગ્રણી અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે ભારત સરકારે SBI સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સિવાયની બધીજ સરકારી બેંકોને ખાનગી હાથમાં સોંપવી દેવી જોઈએ. તે ઉપરાંત, નીતિ આયોગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે દેશની કુલ 6 સરકારી બેંકોનુંખાનગીકરણ કરવામાં આવશે જ નહીં.
નીતિ આયોગે આ યાદી બહાર પાડી હતી.
નીતિ આયોગ દ્વારા બહાર પડેલી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર નીચે આપેલી બેંક જેમ કે પંજાબ નેશનલ બેંક, યુનિયન બેંક, કેનેરા બેંક, એસબીઆઈ, બેંક ઓફ બરોડા અને ઈન્ડિયન આટલી બેંકનુંખાનગીકરણ કરશે નહીં . સરકારે એવું કહ્યું છે કે આ કુલ 6 બેંકોનુંખાનગીકરણ કરવામાં આવશે જ નહીં. સરકારી કર્મચરીઓ પાસેથી મળેલી માહિતી મુજબ જે લોકો સરકારી બેંકમાંકોન્સોલિડેશનનો ભાગ હતા અને તેમને ખાનગીકરણથી દૂર પણ રાખવામાં આવ્યા છે.
ઓગસ્ટ 2019માં બેંકોનુંમર્જર થયું
અમે તમને એટલું જણાવી દઈએ કે ઓગસ્ટ 2019માં સરકાર દ્વારા 10 બેંક માંથી 4 જેટલી બેંકોનુંમર્જર કરવામાં આવ્યું હતું, ભારત દેશમાં જાહેર ક્ષેત્રની બેંકોની સંખ્યા કુલ 27 થી ઘટીને 12 જેટલી બેંક થઈ ગઈ છે. તેમજ હાલમાં આ બેંકોનાખાનગીકરણને લઈને તેનું કોઈ આયોજન નથી. તેમના અભિપ્રાય આપતા આપડા નાણા મંત્રાલયે કહ્યું છે કે આ બધી બેંકોનેખાનગીકરણથી દૂર રાખવી જ જોઈએ.
નાણામંત્રીએ કરી જાહેરાત
ભારતના નાણામંત્રીએ ગયા વર્ષના ભારતના બજેટમાં જાહેરાત કરી આપી હતી કે IDBI બેંકનુંખાનગીકરણ પણ કરવામાં આવશે.જ્યારે સરકારે આ બેંકમાં પોતાનો જે હિસ્સો છે તેને વેચવાની યોજના બનાવી છે. આ અંગેની પ્રક્રિયા તેમને આગળ ધપાવી છે. સરકારી કર્મચારીના સતત વિરોધ છતાં સરકારે બેંકનુંખાનગીકરણ અંગે પોતાનું સ્ટેન્ડ પણ ક્લિયર કરી દીધું છે. આ સાથે ભારતના નાણામંત્રીએ એમ પણ કહ્યું હતું કે તેને ભારતની વીમા કંપનીને વેચવામાં પણ આવશે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.