SBI E-Mudra Loan: ભારત સરકાર એ દેશના નાગરિકોના કલ્યાણ માટે થઈને વિવિધ પ્રકારની યોજનાઓ બહાર પાડતી હોય છે. જેમાં પેન્શનને લગતી માન-ધાન યોજના, ખેડૂતોના માટે PM Kisan Yojana વગેરે ચલાવવામાં આવે છે.
અને આ સિવાય દેશના નાગરિકોને નવો ધંધો કે વ્યવસાય શરૂ કરવા માટે થઈને લોનની યોજનાઓ પણ બહાર પડતી હોય છે. આમ સૌથી પ્રચલિત જો કોઈ યોજના હોય તો તે છે, પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના. આ યોજના અંતર્ગત SBI e-Mudra Loan આપવામાં આવે છે. અહીં અમે તમને આ લેખ ના માધ્યમ થી જણાવશું કે SBI e-Mudra Loan Apply Online Steps કેવી રીતે કરવી.
આ ઈ-મુદ્રા લોન યોજના અંતર્ગત મોટાભાગની રાષ્ટ્રીય બેંકો લોન આપતી હોય છે. જેમાં દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઈ પણ ઈ-મુદ્રા લોન નાગરિકોને આપે છે. જો તમારે કોઈ પણ નવો વ્યવ્સાય શરૂ કરવો હોય તો તેના માટે તાત્કાલિક રૂપિયાની જરૂર પડતી હોય છે,અને આવા સમયે SBI e-Mudra Loan તમારા માટે ખુબજ ઉપયોગી સાબિત થશે. દેશના જે નાગરિકો પાસે SBI માં બચત ખાતું અથવા કરન્ટ ખાતું હોય, તો તેવા લોકો રૂપિયા 50,000 સુધીની ઈ-મુદ્રા લોન મેળવી શકે છે.
SBI E-Mudra Loan માટેના જરૂરી ડોક્યુમેન્ટ
SBI ઈ-મુદ્રા લોનમાં તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો.આમાં તમામ રાજ્યના નાના વ્યવસાયિકો રૂપિયા 50,000 સુધીની લોન મેળવી શકે છે. આ માટે તમારે અમુક ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડશે. રૂપિયા 50,000/- સુધી લોન લેવા માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહશે. જેના માટે જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી નીચે આપેલ છે.
- Saving Account અથવા Current Bank Accout નંબર અને બ્રાંચની સાથે જેતે બ્રાન્ચ ની વિગતો આપવાની રહતી હોય છે.
- પાનકાર્ડ
- આધારકાર્ડ
- GSTN Number અને દુકાન અથવા વ્યવસાયના પ્રમાણની સાથે બિઝનેસ રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ પણ બેંકને આપવાના રહશે.
- જ્ઞાતિનું પ્રમાણપત્ર
How To Online Apply SBI E-Mudra Loan Yojana
SBI તેના ગ્રાહકોને રૂપિયા 50,000 સુધીની વ્યવસાય કરવા માટે ઈ-મુદ્રા લોનની રકમ આપે છે. આ માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાનું હોય છે.જે તમે SBI ની Official Website પરથી કરી શકો છો. 18 થી લઈને 60 વર્ષની ઉમર ધરાવતા ભારત દેશના કોઈ પણ નાગરિકો લોન મેળવી શકે છે.
1. સૌપ્રથમ તમારા મોબાઇલ માં Google માં જઈને SBI e-Mudra Loan ટાઈપ કરવાનું રહશે.
2. ત્યારબાદ તમને SBIની ઓફિશ્યિલ વેબસાઇટ જોવા મળશે તેના પર https://emudra.sbi.co.in:8044/emudra ક્લિક કરો એટલે તમને તેમાં ‘Process’ લખેલ જોવા મળશે હવે તમે તેના પર ક્લિક કરો.
3. અરજી કરનારને UIDAI દ્વારા e-KYC હેતુઓ માટે આધાર કાર્ડ જેવી જરૂરી વિગતો ભરવાની રહેશે, કારણ કે લોનની પ્રક્રિયા અને રૂપિયા વિતરણના હેતુ માટે ઇ-કેવાયસી અને e-Sign ને આધારે તમારે OTP દ્વારા વેરિફિકેશન પુરી કરવાની રહશે.
4. એકવાર SBIની બધીજ ઔપચારિકતાઓ અને લોનની પ્રક્રિયાઓ પુરી થઈ જાય ત્યારબાદ, અરજી કરનારને એક SMS આવશે જેના દ્વારા e-Mudra Portal પર ફરીને આગળની પ્રક્રિયા શરૂ થશે.
5. લોન એકવાર મંજૂર થઈ ગયા પછી તમને એક SMS મળશે તે પછી જ 30 દિવસની અંદર જ તમારા બેંક ખાતામાં બધીજ રકમ આવી જશે.
વધુ માહિતી માટે નીચે આપેલ વિડિઓ ને જુઓ.
આવીજ ઉપયોગી માહિતી મેળવવા માટે નીચે આપેલ વોટસએપ બટન પર ક્લિક કરો અને મેળવો દરરોજ મોબાઈલ પર માહિતી