Gujarat rain forecast: આજથી રાજ્યમાં વરસાદના (Gujarat Monsoon) ત્રીજા રાઉન્ડની શરૂઆત થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 19 થી 20 ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે આજે 18 જુલાઈના નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે.
અંબાલાલ અને પરેશ ગોસ્વામીની અતિ ભયંકર આગાહી પ્રમાણે, 23 તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. ગીરસોમનાથ, અમરેલી, જુનાગઢ, ભાવનગરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં જેમકે વલસાડ, નવસારી, સુરતમાં ભારે વરસાદ થઇ શકે છે. આજથી ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત 19થી 21 તારીખ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, આજે 18મી તારીખના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ, દમણ, દાદરાનગર હવેલી સહિત ગુજરાતનાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આ સાથે નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે.
19મી તારીખના રોજ પણ સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ, દમણ, દાદરાનગર હવેલી સહિત ગુજરાતનાં મોટાભાગના વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે સામાન્ય વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, આજે 20મી તારીખના રોજ પણ સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ, દમણ, દાદરાનગર હવેલી સહિત ગુજરાતનાં મોટાભાગના વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે સામાન્ય વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
21મી તારીખના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ, દમણ, દાદરાનગર હવેલી સહિત ગુજરાતનાં મોટાભાગના વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે સામાન્ય વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં ધોધમાર વરસાદ થવાની આગાહી કરી છે. તેમણે જણાવ્યા પ્રમાણે, તારીખ 18, 19, 20માં ભારે વરસાદ થશે. મુંબઇથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થશે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ થશે. જામનગરમાં ભારે વરસાદ થવાની આશંકા છે. અંબાલાલ પટેલે પોતાની લેટેસ્ટ આગાહીમાં જણાવ્યુ કે, મોરબી અને સુરેન્દ્રનગરમાં કેટલાક ભાગો, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત અમદાવાદ અને પંચમહાલમાં સારો વરસાદ વરસી શકે છે. આ સાથે વડોદરા, સાવલીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.