You are currently viewing Sesame Market Price। તલની બજારે વનવે તેજી પકડતા ખેડૂતો થયા મંત્રમુગ્ધ

Sesame Market Price। તલની બજારે વનવે તેજી પકડતા ખેડૂતો થયા મંત્રમુગ્ધ

Sesame Market Price । Market Yard 




કરિયાણાબર તલના રૂ .૪૦૦૦ પણ થઇ શકે છે

તલના અગ્રણી નિકાસકાર સુરેશભાઇ ચંદારાણા કહે આખા ભારતમાં ઉભેલ ખરીફ તલના પાકને બરોબર પાકવા સમયે વરસાદની ઝફા નડતરરૂપ થવાથી પાક ધાર્યા મુજબનો ખેડૂતોના હાથમાં આવ્યો નથી . IOEPC જેવી સંસ્થાએ ભારતના ખરીફ તલ પાકનો સર્વે કરીને અંદાજ ૨.૬૫ લાખ ટનનો મુક્યો હતો .

એમના સર્વે પછી પાછોતરા વરસાદે એ અંદાજને રફેદફે કરી નાખ્યો હોવાથી હવે ૧.૬૫ લાખ ટન પાકે તોય સારી વાત છે . આગામી દિવસોમાં કરિયાણાબર તલમાં રૂ .૩૫૦૦ ના વધીને રૂ .૪૦૦૦ થઇ શકે છે . કદાચ આ તેજીનો તખ્તો સંક્રાંત સધી જ ટકે તો નવાઇ ન પામશો .

કોઇ જણસીની બજારો તેજીની વન – વે ચાલ પકડે એટલે ખેડૂત મંત્રમુગ્ધ થઇ જાય છે . એ પછી બજાર કપાસની હોય કે પછી તલની બજાર હોય . એ વિચારતો થઇ જાય છે કે એ જણસી ઘરમાં પડી હોય તો રૂપિયાની ઢગલી થઇ જાય ! ખરીફ તલ વાવેતર પર નજર કરીએ તો છેલ્લા ચાર વર્ષથી વાવેતરમાં સતત કાપ મુકાતો જોવા મળ્યો છે .

સામાન્ય રીતે તલ માઠોડિયા વર્ષનો પાક કહેવાય . છેલ્લા ચાર વર્ષથી વરસાદ ૧૦૦ ટકા આસપાસ ઘૂમી રહ્યોં છે , ત્યારે તલ જેવા ઓછા વરસાદના પાકને પુરી ઝફા સહન કરવી પડી છે . ખેડૂતોએ હવે સમજીને જ ખરીફ સિઝનમાંથી તલ ખસેડીને ઉનાળું સિઝનમાં વાવવાનું પસંદ કર્યું છે . ઉનાળું તલ વાવેતર એકમાત્ર ગુજરાત રાજ્યમાં જ થાય છે .

ખરીફ સિઝન વાવેતરના તલ ગુજરાત ઉપરાંત યુપી અને એમપીના તલના પાકમાં છેલ્લા તબક્કે વરસાદને લીધે પાકમાં મોટો બગાડ થયો હતો . તેની સામે રાજસ્થાનમાંથી ધારણાનો ૨૦ થી ૨૫ ટકા તલનો પાક મળી શકે છે . આ વર્ષે ખરીફ વાવેતર સમયે જ તલની બજારો ઉંચકાયેલ જ હતી , પરંતુ ખરીફ તલનો પાક છેલ્લી ઘડીએ હાથમાંથી સરકી જતો હોવાથી ખેડૂતોએ તલ વાવેતરમાં કાપ મુક્યો હતો .

તેમ છતાં ફિલ્ડની રખડપટ્ટી દરમિયાન ભાગ્યે જ કોઇક ગામની સીમમાં તલનો પાક જોવા મળતો હતો . હાલ ઉનાળું પાણીનો સ્યોર સ્ત્રોત ધરાવતા તલની બજારથી મંત્રમુગ્ધ થયેલ ખેડૂતો તલ વાવેતરના ગણિત કરવા લાગ્યા છે . જો કે એ તલનો પાક બજારમાં આવવા આડે હજુ ૬ મહિના કાઢવાના રહેતા હોય છે . સ્થાનીકે તલની બજાર બહું ઉંચકાય , ત્યારે વિદેશના સસ્તા તલ આયાત પણ થઇ શકે છે .

આવીજ ખેડૂતીવાડી લક્ષી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર દબાવો.

હાલ તલની બજારોમાં આવકો ઘટી રહી છે . A ગ્રેડના તલ રૂ .૩૨૦૦ થી રૂ .૩૫૦૦ , B ગ્રેડના તલમાં રૂ .૩૦૦૦ અને C ગ્રેડના તલમાં રૂ .૨૮૦૦ ની સરેરાશ ભાવ સપાટી છે . બી અને સી ગ્રેડ તલની બજારો સ્થિર રહે અને સારા તલમાં બજારો તેજી તરફી ડગલા ભરવાની બજારમાં ચર્ચા સંભળાય છે .

મિત્રો સાથે શેર કરો

Leave a Reply