You are currently viewing નાનો ધંધો શરૂ કરવા માટે સરકાર આપી રહી છે 2 લાખ સુધીની લોન(Loan) જાણો કઈ રીતે મેળવવી

નાનો ધંધો શરૂ કરવા માટે સરકાર આપી રહી છે 2 લાખ સુધીની લોન(Loan) જાણો કઈ રીતે મેળવવી

Small Business Loan:- અત્યારના સમયમાં દરેક લોકો પોતાનો કંઈક ને કંઈક ધંધો શરુ કરવાનું વિચારતા હોય છે. જેના માટે તેઓને પૈસાની જરૂર પડતી હોય છે, અને તેઓ બીજા લોકો પાસેથી ઉછીના લઈને અથવા તો કોઈ બેંક પાસે થી લોન(Loan) લઈને ધંધો શરુ કરતા હોય છે, પરંતુ આમાં તેઓને ખુબજ વધારે વ્યાજ ચૂકવવું પડતું હોય છે. અને બીજા પાસે થી જો લીધા હોય તો તેઓનું પણ પ્રેસર રહેતું હોય છે. આ બધાજ પ્રશ્નો ના નિરાકરણ માટે સરકાર પોતેજ નાગરિકોને સ્વાનિર્ભર બનવવા માટે લોન આપતી હોય છે અને આ લોન ના વ્યાજ દર પણ નહિવત હોય છે. આજે અમે તમને સરકાર દ્વારા વિવિધ વ્યવસાય શરૂ કરવા માટે કેટલી કેટલી લોન આપે છે તેના વિશે જણાવીશું.




(૧) ૫શુપાલન યોજનાઃ-

  • આ લોન(Loan) માટે તમને મહત્તમ રૂા.૧.૦૦લાખ સુધી મળે છે.
  • આ લોન મુખ્યત્વે કૃષિ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોને મળે છે.

(ર) નાના ઘંઘા વ્યવસાય :-

  • આ લોન માટે તમને મહત્તમ રૂા.2.૦૦લાખ સુધી મળે છે.
  • આ લોન Loan મુખ્યત્વે કરીયાણાની દુકાન, ડેરી પાર્લર, પશુઆહાર વેચાણ કેન્દ્ર, મોબાઇલ-કોમ્પ્યુટર રીપેરીંગની દુકાન માટે મળવા પાત્ર છે.

(૩) ૫રિવહન યોજના:-

  • આ લોન(Loan) માટે તમને મહત્તમ રૂા.2.૦૦લાખ સુધી મળે છે.
  • ઓટો રીક્ષા, લોડીંગ વાહન વગેરે ખરીદવા માટે મળે છે.




લોન મેળવવાની પાત્રતા

ઉપર જણાવેલ ત્રણ યોજનામાં લાભ લેવા માટે નીચે મુજબની પાત્રતા હોવી જરૂરી છે.
  • અરજી કરનાર સામાજીક અને શૈક્ષણિક રીતે પોતે પછાત વર્ગ માંથી આવતા હોવા જોઈએ.
  • અરજી કરનારના પરિવારના સભ્યોની કુલ વાર્ષીક આવક એ રૂ.૩.૦૦લાખ થી વઘુ ન હોવી જોઇએ
  • અરજી કરનાર ની ઉમર એ ર૧ વર્ષ થી ૪પ વર્ષ વચ્ચેની હોવી જોઈએ.
  • જે વ્યવસાય માટે તે લોન લેવા માંગે છે તે વ્યવસાયમાં ઓછામાં ઓછો તેઓને 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

યોજનાની લાક્ષણિકતાઓ

  • જો તમે ઉપર જણાવેલ કોઈ પણ વ્યવસાય માટે લોન લો છો તો તમારે વાર્ષિક 6% જેવું વ્યાજ ભરવું પડશે.
  • યુરોકત કોઈ પણ વ્યવસાય માટે યુનિટ કોસ્ટના ૮૫ ટકા લોન આપવામાં આવશે જેમાંથી ૮૫ ટકા રાષ્ટ્રીય નિગમના ૧૦ ટકા જેટલી રાજય સરકારના અને છેલ્લે પ ટકા અરજી કરનાર ને ભરવાની રહશે.
  • આ લોન ની રકમને તમે 60 મહિનાના સરખા હપ્તામાં ભરી શકો છો.




વધુ માહિતી મેળવવા માટે તમે તમારી નજીકની કોઈ પણ સરકારી કચેરી પર જઈને આના માટે પુચ પરસ કરી શકો છો અથવા તો તમે ગુજરાત પછાત વર્ગ ની ઓફિશ્યિલ વેબસાઈટ https://sje.gujarat.gov.in/ ની મુલાકાત લઇ શકો છો.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply