Smartphone Tips: જો તમે પણ નવો સ્માર્ટફોન ખરીદવા ના હોવ, તો તમારે સ્માર્ટફોનમાં કેટલીક ખાસ સુવિધાઓ જોઈને જ ખરીદવો જોઈએ. જો કે, ઘણી વાર ઉતાવળમાં તમને તમારા સ્માર્ટફોનમાં કેટલીક એવી પણ સુવિધાઓ જોવા મળશે જે તમારી જરૂરિયાતોને અનુરૂપ ન હોય.
આવી પરીસ્થિતિમાં, તમને લાગશે કે જે પૈસા ખર્ચ કર્યા તે વેડફાય ગયા છે. જો તમે પણ એક નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારતા હોવ તો અને તમને એ સમજાતું નથી કે એક પાવરફુલ સ્માર્ટફોન કેવી રીતે ખરીદવો જોઈએ, તો આજે અમે તમને અમુક એવી ટિપ્સ આપવાના છીએ, જેને અનુસરીને તમે પણ સારામાં સારો સ્માર્ટફોન ખરીદી શકશો.
5 Smartphone Tips
1) તમારે ક્યારેય પણ એવા સ્માર્ટફોનને ન ખરીદવો જોઈએ કે જેનો રિફ્રેશ રેટ 60Hz હોય આના લીધે ડિસ્પ્લે છે એ ખૂબ જ ધીમી પડી જતી હોય છે.
2) તમે જે સ્માર્ટફોન ખરીદવાના છો તેની પાછળની બાજુનો કેમેરા 50-મેગાપિક્સલ કરતા વધારે હોવો જોઈએ જેથી ફોટોગ્રાફ સારા આવી શકે.
3) સ્માર્ટફોન ખરીદવા જઈ રહ્યા છો તો તેની બેટરી 5000 mAh થી ઓછી ન હોવી જોઈએ નહિતર તમારે થોડા થોડા સમયે તેને ચાર્જ કરતા રેવું પડશે. આખો દિવસ નહિ ચાલે.
4) સ્માર્ટફોનનું ડિસ્પ્લે જો IPS LCDનું છે, તો તમારે તેને ખરીદવું ન જોઈએ કારણ કે તેની બ્રાઈટનેસ છે એ ઘણી ઓછી હોય છે અને આથી ઘણી વાર બહાર જતી વખતે તમને ખુબજ સમસ્યા આવી શકે છે.
5) તમારે એવા સ્માર્ટફોન ખરીદવા ન જોઈએ જે માં તમને માઇક્રો યુએસબી ચાર્જિંગ પોર્ટ જોવા મળતા હોય. કારણ કે માઇક્રો યુએસબી પોર્ટવાળા સ્માર્ટફોન એ ખૂબ જ સ્લો ચાર્જિંગને સપોર્ટ કરતા હોય છે અને હવે ધીમે ધીમે આવા પ્રકારના સ્માર્ટફોન બજારમાં બંધ થવા લાગ્યા છે. કારણ કે હવે બધાજ લોકો યુએસબી ટાઈપ સી ચાર્જિંગ પોર્ટવાળા જ સ્માર્ટફોનને ખરીદવાનું પસંદ કરી રહ્યા છે.
આવીજ ઉપયોગી માહિતી મેળવવા માટે નીચે આપેલ વોટસએપ બટન પર ક્લિક કરો અને મેળવો દરરોજ મોબાઈલ પર માહિતી