Smartphone care tips: આપડેછીએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં મોબાઈલની બેટરીમાં બ્લાસ્ટ થાય છે અથવા તો મોબાઈલમાં આગ લાગતા યુઝર ખુબજ ઘાયલ થયા હોય એવા ઘણા બધા બનાવો બન્યા છે. પણ આપના ફોનની બેટરીમાં આગ લાગવાના એવા ઘણા બધા મુખ્ય કારણો છે એ કારણો જાણી લેશો એટલે તમારા ફોનનું આયુષ્ય પણ વધી જશે. આજના સમયમાં સ્માર્ટ ફોનમાં આગ લાગવાની ઘટનાઓ ખુબજ વધી રહી છે ત્યારે આપડે એ જાણી લેવું જરૂરી છે કે સ્માર્ટ ફોનની બેટરીમાં આગ કેમ લાગે છે અને શું છે આગ લાગવાના કારણો આવો આપડે રીતસર જોઈએ.
- સૌપ્રથમ પહેલું કારણ છે મોબાઈલ ઓવરહીટિંગ થવો
આપડે જોઈએ તો સ્માર્ટ ફોનની બેટરી એક ચોક્કસ તાપમાનમાં કામ કરવા માટે તેને ડિઝાઈન કરાઈ હોય છે. તમારા સ્માર્ટ ફોનને નિયમિત રૂપે વધુ તાપમાનના સંપર્કમાં લાવવાથી તેની બેટરીને લાંબા ગાળે નુકસાન થાય છે. જયારે તમે તડકામાં કે બંધ કારમાં લાંબા સમય સુધી રહેવા પર સ્માર્ટ ફોન ખુબજ ગરમ થઈ શકે છે. અને વધુ ગરમી પકડી લેતા તેના બેટરી સેલ્સ ખુબજ અનસ્ટેબલ થઈ જાય છે અને તેમાં ઉત્પ્ન્ન થયેલા કાર્બન ડાયોક્સાઈડ તેમજ ઓક્સિજન જેવા ગેસ તેમાં ઉત્પન્ન થાય છે. તેથી સ્માર્ટ ફોનમાં વિસ્ફોટ થઈ શકે કે અને તેમાં આગ લાગી શકે છે.
- બીજું પણ કારણ છે કે ઓવર ચાર્જિંગ
તમે ઘણાં સ્માર્ટફોન યૂઝર્સ પોતાના ફોનને આખી રાત ચાર્જિંગમાં પણ મુકી રાખે છે અને જેના કારણે મોબાઈલ ઓવરહિટીંગ પણ થઈ શકે છે.અને લાંબા સમયે બેટરીને ખુબજ નુકસાન થતું હોવાનું કારણ છે અને ઘણી વખત શોર્ટ-સર્કિટના કારણે મોબાઈલ વિસ્ફોટ પણ થઈ શકે છે.
- ત્રીજું મોટું કારણ છે થર્ડ પાર્ટી ચાર્જર
તમારે હંમેશા પોતાના સ્માર્ટફોનને તેના ઓરિજનલ કેબલ અને એડપ્ટરથી ચાર્જ કરવાની સલાહ પણ આપવામાં આવે છે. આપડે જોઈએ તો કોઈ અન્ય બ્રાન્ડનો ઉપયોગ કરવાથી સ્માર્ટ ફોનની બેટરી ખુબજ ખરાબ થઈ શકે છે.અને થર્ડ પાર્ટી ચાર્જિંગ કેબલ અને એડપ્ટર ડિવાઈસને તે ગરમ પણ કરી શકે છે તેમજ મોબાઈલની બેટરીમાં તે શોર્ટ-સર્કિટનું કારણ પણ બની શકે છે.
- ચોથું કારણ વધુ પડતો મોબાઇલ નો વપરાશ
તમારા સ્માર્ટ ફોનનો રફ યૂઝ માત્ર મોબાઈલની બોડી નહીં પરંતુ બેટરીને પણ ખુબજ નુકસાન પહોંચાડી શકે છે. જયારે ડેમેજ બેટરીના મેકેનિકલ અને કેમિકલને પણ કેન્પોનેન્ટસને હેમ્પર કરી શકે છે. તેમજ અસંતુલનથી પણ શોર્ટ સર્કિટ, ઓવરહિટીંગ અને અન્ય ઘણા બધા કારણ બની શકે છે જેનાથી સ્માર્ટફોનમાં વિસ્ફોટ સર્જાઈ શકે છે કે તેમાં આગ લાગી શકે છે.
- પાંચમું કારણ છે ચિપસેટનું ઓવરલોડિંગ
ઘણા બધા છોકરા ગેમિંગ અને મલ્ટી-ટાસ્કિંગ સાથે વધુ ઉપયોગ કરતા હોઈ છે તેના કારણે સ્માર્ટ ફોન જલ્દી ગરમ થઈ શકે છે. અને તેની ગરમીનું મુખ્યકારણ પ્રોસેસર છે.તમારા ડિવાઈસને સુરક્ષિત રાખવા માટે ઘણી કૂલીંગ મશીન જોડે છે. અને જો કે આપને લાગતું હોય તે બહુ જ ગરમ થઈ રહ્યું છે તો તમારા સ્માર્ટ ફોનને થોડી મીનિટો માટે જ બંધ કરવાની સલાહ પણ આપવામાં આવે છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.