You are currently viewing Solar Rooftop Yojana 2022 | સોલાર રુફ્ટોપ યોજના

Solar Rooftop Yojana 2022 | સોલાર રુફ્ટોપ યોજના

Solar Rooftop Yojana | Solar Rooftop | Surya Gujarat | Solar Panel Subsidy | Renewable Energy | Solar Rooftop Online Application

ઘર વપરાશ માં, મોટી મોટી ઓફિસો, મોટા મોટા કારખાનાઓ અને ઘણા વીજળીથી ચાલતા વાહનોમાં ખુબ જ મોટા પાયે વિદ્યુત ઉર્જા નો ઉપયોગ કરવા માં આવતો હોય છે.

આ વિદ્યુત ઉર્જાને ઉત્પન્ન કરવા માટે મુખ્યત્વે ખનીજ કોલસાને બાળીને તેમાંથી વિદ્યુત ઉર્જાને ઉત્પન્ન કરવામાં આવતી હોય છે.

આ પ્રક્રિયા દરમ્યાન કાર્બન ડાયોક્સાઈડ અને અન્ય વાયુઓ ઉત્પન્ન થતા હોય છે. આ વાયુ ઓઝોન સ્તરને નુકસાન કરતા હોય છે. જેના લીધે પૃથ્વી પરના તાપમાન માં પણ ખુબજ વધારો જોવા મળતો હોય છે.

આથી જ પર્યાવણન ને બચાવવા માટે વૈજ્ઞાનીકો નવા નવા વિકલ્પો તરફ આગળ વધી રહ્યા છે. જેમાં પર્યાવણના મુખ્ય ઉર્જા સ્ત્રોતો માંથી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. જેમકે સૂર્ય ઉર્જા, પવન, દરિયાના મોજા આ બધા માંથી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. આ બધા જ સ્ત્રોતો પર્યાવણને કોઈ પણ જાતનું નુકસાન પોંહચાળતા નથી અને સતત ઉર્જા ઉત્પન્ન કરતા રહે છે.

આ બધા સ્ત્રોતો માંથી મળનારી ઉર્જા ને ગ્રીન એનર્જી (Green Energy) કેહવા માં છે.

આપણા ગુજરાત રાજ્ય માં ગ્રીન એનર્જી ને પ્રોત્સાહન આપવામાં માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ પ્રકારની સહાય યોજનાઓ આપવામાં આવતી હોય છે.

આજના આ આર્ટીકલ માં અમે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ગુજરાત રેસીડેન્સીયલ સોલાર રુફ્ટોપ યોજના વિશે વિગતવાર જણાવીશું .

નીચે આપેલ સહાય યોજના વિશે જાણવા માટે આપેલ બટન પર ક્લિક કરો.
Electric Vehical Subsidy Gujarat । ગુજરાત ઇલેક્ટ્રિક વાહન સહાય યોજના

Solar Rooftop Yojana 2022

ગુજરાત રાજ્યમાં ઘર વપરાશ માટે સૌર ઉર્જાનો મહતમ ઉપયોગ વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા “સૂર્ય ગુજરાત” સોલાર રુફ્ટોપ યોજના જાહેર કરી છે. અને વર્ષ ૨૦૨૨ સુધી માં આ યોજના હેઠળ ૮ લાખ રહેણાંક ગ્રાહકોને આવરી લેવામાં આવશે.

સોલાર રુફ્ટોપ યોજના ૨૦૨૨ નાલાભ

આ યોજના દ્વારા નીચે મુજબના લાભો ગ્રાહકોને થશે.

  • સોલાર રુફ્ટોપ લગાવવાનો ખર્ચ અંદાજે ૫ વર્ષ માં જ વસુલ થઇ જાય છે. અને પછી વધારાની જે વીજળી ઉત્પન્ન થાય છે તે બાકી ના ૨૦ વર્ષ સુધી મફત મળતી હોય છે. આમ જોઈએ તો એક રીતે આ યોજન થી દર મહીને વીજળીના મોટા મોટા બીલો ભરવાથી રાહત મળી જાય છે.
  • ઘરવપરાશ માંથી વધેલ વીજળી વીજ કંપની દ્વારા ખરીદી લેવામાં આવતી હોય છે.
  • આ યોજનાથી લાભાર્થી ને બેઠી આવક મળતી હોય છે એટલે કે ઘર વપરાશમાંથી વધેલી વીજળીને રૂ.૨.૨૫ / unit ના લેખે વીજ કંપની દ્વારા ખરીદી લેવામાં આવે છે અને ખરીદેલ વીજના રૂપિયા લાભાર્થી ના બેંક એકાઉન્ટ માં જમા કરી દેવામાં આવતા હોય છે.
  • આ યોજના હેઠળ જો તમે તમારા ઘરના રૂફ પર સોલાર ફીટ કરાવી હશે તો જે તે એજન્સી દ્વારા ૫ વર્ષ સુધી સોલારનું વિનામૂલ્યે મેન્ટેનન્સ કરી આપવા માં આવશે.

સોલાર રુફ્ટોપ યોજનાની સબસીડી

ક્રમ કુલ ક્ષ્મતા કુલ કીમત પર સબસીડી
૩kv સુધી ૪૦%
૩Kv થી ૧૦ kv સુધી ૨૦%
૧૦Kv થી વધુ સબસીડી નહિ મળે

 

Solar Rooftop Yojana online Application

સોલાર રુફ્ટોપ યોજના માં એપ્લીકેશન કરવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરીને તમારા શહેર ની નજીક ની કંપની નો સંપર્ક કરવાનો રહશે.

અહીં ક્લિક કરો

અહી આપેલ બધી જ કંપની ઓ સોલાર પેનલ ની થતી કુલ કીંમતમાંથી સરકાર દ્વારા અપાતી સબસીડી બાદ કરી દે છે. અને તમારે ફક્ત બાકી વધેલ કીંમત જ આપવાની હોય છે.

Solar Rooftop Yojana Helpline Number

ગુજરાત સરકારની સોલાર રુફ્તોપ યોજના માં જો કોઈ લાભાર્થી ને એપ્લાઇ કરવા દરમિયાન પ્રશ્ન ઉદ્ભવતો હોય અથવા વધુ માહિતી મેળવી હોય તો ની આપેલ ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકો છો.

Helpline Number :- 1800-180-3333

મિત્રો સાથે શેર કરો

Leave a Reply