Gujarat Rain:- દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. ત્યારે વહેલી સવારથી જ વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું હતું. ત્યારે કેટલાક તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ પણ વરસ્યો હતો. વલસાડ, વાપી અને ઉમરગામમાં ભારે વરસાદ ખાબક્યો હતો. વહેલી સવારથી જ વરસતા વરસાદમાં કેટલાક લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. વલસાડમાં છેલ્લા 10 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. સતત વરસતા વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
તો બીજી તરફ, વાપીમાં ભારે વરસાદને કારણે રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અંડરપાસમાં પાણી ભરાઈ જવાથી રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. વાપીના અનેક વિસ્તારમાં ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા.
નવસારી સહિત તેના ઉપરવાસમાં સારા વરસાદને કારણે જિલ્લામાં આવેલા બંને ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલો જૂજ ડેમ ઓવરફ્લો થયો છે. કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ પડતા જૂજ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે.
સિંચાઈ વિભાગ દ્વારા ડેમ સંપૂર્ણ ભરાતા 17થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે હાલ જૂજ ડેમની સપાટી 167.55 મીટર છે. જૂજ ડેમમાં હાલ 84 હજાર ક્યૂસેક જેટલા પાણીની આવક છે. તો બીજી તરફ, ડેમમાંથી 84 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ સુરત સહિત અનેક જિલ્લાના નદી-નાળા છલકાઈ ગયા છે. ત્યારે જીવના જોખમે મજા માણતા લોકોનો વીડિયો વાયરલ થયો છે. સુરતના કોઝવેનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે, કોઝવે પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. તો ત્યાં જ પાંચેક જેટલા વ્યક્તિઓ આરામથી બેસી રહ્યા છે. ત્યારે કોઈ ગંભીર દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્રએ પણ કોઝવે નજીક ન જવા માટે લોકોને સૂચના આપી છે. છતાં આ 5 લોકો કોઝવે પર આરામથી બેઠાં છે તેવું જોઈ શકાય છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.