સામાન્ય નાગરિકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ST બસના ભાડામાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. મોંઘવારીના માર વચ્ચે પીસાતી સામાન્ય જનતા પર વધુ એક માર પડ્યો છે. એસટી નિગમે 10 વર્ષ બાદ એસટી બસના ભાડામાં વધારો કર્યો છે.
ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા એસટી બસોના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. લોકલ, એક્સપ્રેસ અને નોન એસી સ્લીપર બસના ભાડામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જેમાં લોકલમાં 16 પૈસા, એક્સપ્રેસમાં 17 પૈસા અને નોન એસી સ્લીપરમાં 15 પૈસા પ્રતિ કિલોમીટર ભાવ વધારો કરાયો છે.ગુજરાત એસટી નિગમના જણાવ્યા મુજબ છેલ્લા દસ વર્ષથી એસટીના ભાડામાં વધારો કરવામાં આવ્યો નથી.
ડીઝલ, મોંઘવારી ભથ્થા, ચેસીસ અને ટાયરોના ભાવમાં વધારો થતાં ભાડા વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિગમની લોકલ બસોમાં 85 ટકા મુસાફરો એટલે રોજના 10 લાખ લોકો 48 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે. જેઓને રૂપિયા 1થી 6 રૂપિયા સુધીનો વધારો ચૂકવવો પડશે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.