જૂનાગઢ જિલ્લા માં આવેલ કેશોદ તાલુકાના અજાબ ગામના યુવા ખેડૂત મયુરભાઇ અધેરાએ ટૂંકા ગાળા માં સ્ટૉબૅરીની ખેતી કરીને ખુબજ સારીએવી સફળતા મેળવી છે. પોતાની સફળતા સાથે તેઓએ આ જૂનાગઢ વિસ્તારના અન્ય ખેડૂતો માટે એક નવી ખેતી કરવા માટેના દ્વારા ખોલ્યા છે.
સ્ટ્રોબેરીના પાકનું વાવેતર કર્યા બાદ 25 દિવસોમાં તો તેમાં ફૂલો પણ બેસવા લાગે છે અને 45 દિવસમાં આ સ્ટ્રોબેરીએ બજારમાં પહોંચી જતી હોય છે. સ્ટ્રોબેરી એ મુખ્યત્વે એક્ઝોટિક ફ્રૂટમાં આવતી હોવાથી તેની કિંમત પણ બજારમાં સારીએવી મળી રહે છે. આમ કંઈક અલગ કરવાની ભાવના રાખીને આ ખેડૂતે તગડી કમાણી કરી છે.

તમને જણાવી દયે કે સ્ટ્રોબેરી માટે ખુબજ ઠંડુ વાતાવરણ હોવું ખુબજ જરૂરી છે. પરંતુ જૂનાગઢ વિસ્તારમાં ગરમ વાતાવરણ હોય છે તે છતાં પણ અજાબનાં ખેડૂત મયુરભાઇ અધેરાએ પોતાની કોઠાસૂઝથી સ્ટ્રોબેરીની સફળ ખેતી કરી બતાવી છે અને આ વિસ્તારના બીજા ખેડૂતોને પણ એક નવી રાહ સીંધાળી છે.
સ્ટ્રોબેરીના પાકમાં પૂરતા પ્રમાણમાં ભેજ જળવાઈ રહે તે માટે દસથી પંદર મિનિટ સુધી ડ્રિપ દ્વારા પાણી આપે છે. જેથી કરીને ખુબજ ઓછા પાણીએ સ્ટ્રોબેરીનો પાક લઇ શકાય. સ્ટ્રોબેરીએ એક પ્રકારે રોકડિયો પાક હોવાની સાથે સાથે આ યુવા ખેડૂત પોતે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે. જેથી વેપારીઓ તેમને સામે ચાલીને તેમને ઓર્ડર આપવા માટે આવે છે. અને તેઓને ખુબજ સારો ભાવો પણ મળી રહે છે.
આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.