You are currently viewing Success Story:- આ ગુજરાતી છોકરાએ ડુંગળી-બટાકાથી શરૂ કર્યું સ્ટાર્ટઅપ, આજે લાખો માં કમાઈ રહ્યો છે

Success Story:- આ ગુજરાતી છોકરાએ ડુંગળી-બટાકાથી શરૂ કર્યું સ્ટાર્ટઅપ, આજે લાખો માં કમાઈ રહ્યો છે

Success Story:-  આજના આ સ્ટાર્ટઅપના યુગમાં કોઈ ચા વેચીને તો કોઈ બીજું પરચૂરણ સામાન વેચી વેચીને દેશમાં નાના મોટા કામથી યુવા સાહસિકોએ કરોડોનો વેપાર સ્થાપ્યો છે અને એ પણ સાબિત કરી બતાવ્યું છે કે કોઈ પણ કામ નાનું કે મોટું હોતું નથી. આજે અમે એવાજ એક ગુજરાતી છોકરાની વાત કરવાના છીએ જેણે MBA કર્યા પછી શાકભાજી વેચવાનું શરુ કર્યું અને આજે કમાય છે લખો રૂપિયા.




ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લામાં રહેતા મનીષ જૈને MBA નો અભ્યાસ કર્યા બાદ પોતાના સ્ટાર્ટઅપ Vegiee ની શરૂઆત કરી અને આજે આ વ્યવસાયમાં ખુબ સફળતા મેળવી છે. પરંતુ જયારે મનીશે આ વ્યવસાયની શરૂઆત કરી ત્યારે તેનો આખો પરિવાર અને સગા સબંધીઓ બધાજ આ કામ ની વિરુદ્ધમાં હતો અને કહેતા કે આટલું બધું ભણ્યા બાદ શાકભાજી વેચે છો લોકો શું કહેશે. પરંતુ મનીષને પિતાના પર ખુબજ વિશ્વાસ અને તેને મહેનત કરીને બધાજ લોકોને ખોટા સાબિત કરી દીધા.




મનીષ જૈન દ્વારા પોતાનું સ્ટાર્ટઅપ એ 2016માં Vegiee નામ થી શરુ કર્યું હતું. માત્રને માત્ર 10 હજાર રૂપિયામાં તેઓએ ડુંગળી-બટાકા ની વેચીને શરૂઆત કર્યું હતું. પરંતુ આજના સમયમાં તે 40થી વધુ પ્રકારના શાકભાજીઓનું વેચાણ કરે છે.

એક અહેવાલમાં તેઓએ જણાવ્યું હતું કે તે વર્ષે  2 કરોડનું ટર્નઓવર કરે છે. શાકભાજીના સ્ટાર્ટઅપ માં ખુબજ સારીએવી સફળતા મેળવ્યા બાદ હવે તેઓએ કુલહડ નો પણ વ્યવસાય શરુ કર્યો છે. અને આ વ્યવસાયમાં પણ ખુબજ સારી એવી સફળતા મેળવી રહ્યો છે.

આજના સમયમાં અનેક લોકો સરકારી નોકરી માટે થઈને જીવનના કેટલાક અમૂલ્ય વર્ષો બગાડી નાખતા હોય છે અને છેલ્લે જો નોકરી ન મળે તો તેઓ ઘરે બેસી રહેતા હોય છે અને કશુ કામ પણ કરતા નથી. આના કરતા જો તમે કોઈ પણ વ્યવસાય કરો છો તો તમને નવું નવું જાણવા મળે છે અને જીવન કેવી રીતે જીવવું કોઈ ના આધાર વિના એ પણ શીખવા મળે છે. આથી દરેક લોકોએ નાનો મોટો ધન્ધો તો કરવોજ જોઈએ તોજ દેશ આગળ આવશે કારણ કે જેટલા દેશો સમૃદ્ધ છે તે બધાજ દેજો વ્યવસાયને લીધેજ સમૃદ્ધ બન્યા છે, સરકારી નોકરીઓ કરીને નહિ.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply