TaLala Marketing Yard Mango Price | Talala Gir Marketing yard Mango Price | kesar keri price | kesar mango price in talala gir
ખેડૂતોને પ્રતિ ૧૦ કિલોનો રેકોર્ડબ્રેક ૧૪૫૦નો ભાવ મળ્યો
ગીર વિસ્તારની દેશભરમાં પ્રસિધ્ધ કેસર કેરીની હરાજીનો આજે તાલાલા માર્કેટ યાર્ડમાં ઉત્સાહભેર પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે પ્રત્યેક ૧૦ કિલોના એવા ૩૭૪૦ બોક્ષની આવક નોંધાઈ છે અને ખેડૂતોને કેસર કેરીના ઇતિહાસમાં સૌથી વધુ ૧૪૫૦નો ભાવ મળ્યો છે. જયારે નબળી ક્વોલીટીની કેરીના પણ રૂ. ૭૭૦ અને સરેરાસ રૂ. ૯૦૦ નો ભાવ મળ્યો હતો. ગત વર્ષે ખેડૂતોને સરેરાશ રૂ. ૪૫૦નાં ભાવ મળ્યા હતા તે સામે આ વર્ષે બમણા ભાવ મળ્યા છે.

ગત વર્ષે ૩૫ દિવસ સીઝનમાં ૫.૮૫ લાખ બોક્ષની આવક, ગોંડલ યાર્ડમાં કેસર કેરીનું ૨૩ હાજર બોક્ષથી વધુ વેચાણ થયું.
તૌક્તે વાવાઝોડાના કારણે ગીરની કેસર કેરીનો પાક આ વખતે મોટાભાગે નીષ્ફળ ગયો છે અને ઓછા ઉત્પાદનના કારણે ભાવ વધારે છે. જો કે હરાજી ગત વર્ષથી વહેલી શરુ થઇ છે. ગત વર્ષે તા. ૫ મેં ના કેસર કેરીની હરાજી શરુ થઇ હતી અને ૩૫ દિવસ સુધી માલની આવક થઇ હતી અને કુલ ૫.૮૫ લાખ બોક્ષની આવક થઇ હતી.
તાલાલા કેસર કેરીની સીઝન શરુ થવા સાથે જથ્થા બંધ વેપારીઓ, કમીશન એજન્ટો, એ ઠેરઠેર કેરીના કામકાજ શરુ કર્યા છે અને ખેડૂતોને ભલે પાક નિષ્ફળ ગયો પરંતુ, બચેલા પાકના સારા ભાવ મળતા ખુશી જોવા મળી હતી.
બીજી તરફ કેસર કેરી સૌરાષ્ટ્ર, કચ્છ, મહારાષ્ટ્ર, હૈદરાબાદ, દક્ષિણ ગુજરાત સહીત ઠેરઠેર પાક લેવાતો હોય તે કેરીની આવક પણ વધી છે અને ગોંડલ યાર્ડમાં અત્યાર સુધીમાં ૨૩ હાજર બોક્ષથી વધુ કેસર કેરી વેચાઈ ચુકી છે. ગોંડલમાં ગત વર્ષે ૧૧.૯૫ લાખ બોક્ષનું વેચાણ થયું હતું જે તાલાલા કરતા બમણું છે. આ વખતે સૌરાષ્ટ્રમાં પરપ્રાંતથી માત્ર હાફૂસ, લંગડો જ નથી પણ કેસર કેરીની પણ આવક થઇ રહી છે. આમ, લોકોને પ્રિય આ કેરીની સીઝન શરુ થઇ છે.