ઉનાળાની સીઝન શરૂઆત થાય એટલે સૌથી પહેલા ફળોના રાજા એટલે કેરીની યાદ આવે. દેશમાં કેરીની ઘણી બધી અલગ અલગ જાતો જોવા મળતી હોય છે. જેમાં મુખ્યત્વે તોતાપુરી, લંગડા, બદામ, દશેરી, ચૌસા, આલ્ફોન્સો, કેસર અને હાપુસ અને અન્ય જાતો જોવા મળતી હોય છે. આ બધીજ ભારતીય કેરીની માંગ દેશ-વિદેશમાં ખુબજ હોય છે.
આથી તે ખુબજ ઉંચી કિંમતે વેચાતી હોય છે. અમે આજે તમને કેરીની એક એવી જાત વિશે જાણવશુ જેની 1 કિલો ની કિંમત 100, 200, 300 રૂપિયા નહીં પરંતુ 2.5 લાખ રૂપિયા છે. તમને પણ સાંભળીને 440 વોટનો ઝટકો લાગ્યો હશે પરંતુ આ વાત એકદમ સત્ય છે ખરે ખરે વિશ્વમાં આવી પણ એક કેરી છે જેની કિંમત 2.5 લાખ પ્રતિ કિલો છે.
અમે તમને જણાવી દઈએ કે આ કેરી સૌ પ્રથમ જાપાનના મિયાઝાકી શહેરમાં ઉગાડવામાં આવેલી હતી. તેને એપ્રિલ અને ઓગસ્ટની વચ્ચે ઉગાડવામાં આવતી હોય છે અને આ કેરી એકવાર સંપૂર્ણ રીતે પાકી જાય ત્યારે જાંબલી રંગથી લાલ રંગ માં ફેરવાઈ જાય છે.
આ કેરીની જાપાનમાં હરાજી કરવામાં આવી તો તેની પ્રતિ કિલોના ભાવ 2.5 લાખ રૂપિયા બોલાયા હતા. આ કેરી સ્વાદે ખુબજ મીઠી હોય છે અને આમાં અનેક પ્રકારના આયુર્વેદિક ગુનો હોય છે અને એનો રંગ પણ અનોખો હોય છે જેથી આની આટલી બધી કિંમત રાખવામાં આવી.
હવે આ કેરીની ખેતી આપણા ભારતમાં પણ થવા લાગી છે તમને જણાવી દઈએ કે આપણા ભારત માં કોટાના ખેડૂત શ્રીકિશન સુમને મિયાઝાકી કેરીનો મધર પ્લાન્ટ રણમાં રોપ્યો છે.તેઓ છેલ્લા 5 વર્ષથી મિયાઝાકી કેરીની વિવિધતા પર કામ કરે છે. શ્રીકિશન આ કેરીના અત્યાર સુધીમાંતો 50 જેટલા છોડ વેચી નાખ્યા છે. અને હજુ તેઓને 100 છોડનો બીજો ઓર્ડર પણ મળી ગયો છે. તેઓને આ કેરીના ખુબજ સારા ભવો મળી રહે છે.
સાપ કરડવાની અંબાલાલની આગાહી, છેક વિદેશમાં ચર્ચા થવા લાગી, હવામાન નિષ્ણાતે આ અંગે કર્યો મોટો ખુલાસો જાણો નીચે આપેલ લિંક પર ક્લિક કરીને
આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.