You are currently viewing મેઘરાજાએ સૌરાષ્ટ્ર ને રીતસરનું ઘમરોળી નાખ્યું, આ વિસ્તારોમાંતો દરિયો ફરીવળયો, 60 લોકોના કરવા પડ્યા દિલધડક રેસ્કયુ

મેઘરાજાએ સૌરાષ્ટ્ર ને રીતસરનું ઘમરોળી નાખ્યું, આ વિસ્તારોમાંતો દરિયો ફરીવળયો, 60 લોકોના કરવા પડ્યા દિલધડક રેસ્કયુ

Gujarat Weather Update:- સૌરાષ્ટ્રમાં ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તેમાં પણ હવે ત્રિજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે, ત્યારે 2 દિવસના વિરામ બાદ ફરી ગીર પંથકમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. જેતપુરમાં 2 કલાકમાં જ 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્તા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ધોરાજીમાં 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે ધોરાજી અને સૂત્રાપાડામાં જળબંબાકર સર્જાયું છે.




ધોરાજીમાં પાણીમાં ફસાયેલા 60 લોકોનું રેસ્ક્યૂ કરાયું છે, ભારે વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. જેને લઈ લોકો પાણીમાં ફસાઈ ગયા હતાં. PI સહિતના પોલીસ જવાનોએ પંચનાથ મહાદેવ વિસ્તારમાંથી ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કર્યુ છે. રાજકોટના ધોરાજીમાં આજે  આભ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

ધોરાજીમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ધોરાજીના જેતપુર રોડ ઉપર આવેલા અવેડા લાઈન વિસ્તારના ઘરમાં પાણી ભરાયા છે, ઘરમા પાણી ભરાવાને લઈ સ્થાનિકો મુશ્કેલીમાં છે. રાજકોટના ધોરાજીમાં અનારાધાર વરસાદના પગલે શાક માર્કેટ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. શાક માર્કેટ વિસ્તારમાં ગોઠણ સમા પાણી ભરાયા છે. સતત વરસાદને લઈ અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે, જેને લઈ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.




ગીર સોમનાથ જિલ્લાના દરિયા કાઠાં વિસ્તારમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. ગીરના દરિયા કાઠાં વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. ભારે વરસાદથી માલશ્રમ ગામે પાણી ભરાયા છે, તેમજ કોડીનાર, સુત્રાપાડા, તાલાલા અને વેરાવળના ગ્રામ્ય પંથકોમાં ભારે વરસાદ નોધાયો છે.

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જામકંડોરણા તાલુકામાં સવારથી અસહ્ય બફારા બાદ સાંજના 4 વાગ્યાથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઇ હતી, સાંજના 4 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધીમાં જામકંડોરણા તાલુકામાં 7 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેના લીધે અનેક નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતા.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply