You are currently viewing ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ફરી એકવાર ઘમાચકેળી બોલાવશે રહેજો સાવધાન, હવામાન વિભંગે કરી મોટી આગાહી

ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ફરી એકવાર ઘમાચકેળી બોલાવશે રહેજો સાવધાન, હવામાન વિભંગે કરી મોટી આગાહી

Gujarat Weather Forecast:- ગુજરાતના હવામાનમાં અચાનકજ આજે પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, ગુરુવારના રોજ તાપમાનના પારામાં અંદાજિત બેથી ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાય શકે છે. અને આની સાથે સાથેજ અનેક વિસ્તારોમાં 30થી લઈને 40 કિલોમીટરની ઝડપ થી પવન પણ ફૂંકાઈ શકે છે, અનેક વિસ્તારોમાં આજે સામાન્ય વરસાદ પણ ખાબકી શકે છે.




તો બીજી બાજુ ગુજરાતમાં હિટવેવની કોઇ પણ આગાહી કરવામાં નથી આવી. હાલમાં વાવાઝોડાનો ભય હોવાથી માછીમારોને પણ થોડાક દિવસો દરિયો ન ખેડવા માટે અપીલ કરવામાં આવી છે. આપણા ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા  અંબાલાલ કાકા એ પણ રાજ્યમાં આજથી લઈને પાંચ દિવસો સુધી ભારે થી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.




હવામાન વિભગના જણાવ્યા અનુસાર, આજે એટલે કે ગુરૂવાર ના રોજ ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓ જેમ કે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં છૂટાછવાયા મધ્યમ વરસાદ સાથે સાથે ગાજવીજની પણ સંભાવનાઓ રહેલી છે. તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ,જેમ કે સૌરાષ્ટ્ર કચ્છ, ઉત્તર ગુજરાત પ્રદેશના બાકીના જિલ્લાઓ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ હવામાન સૂકું રહે તેવી સંભાવનાઓ રહેલી છે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply