This 5 Dangerous Food Kill You:- જાપાન દેશમા પફર ડીશ ઉત્સાહથી ખાવામાં આવે છે. અમે જણાવી દઈએ કે આ માછલીમાં સાઈનાઈડ તરિકેનુ પોઈઝ રહેલુ હોય છે.તેમ જ પફર માછલીમાં ટેટ્રોડોટોક્સિન નામનું ઝેર સામેલ હોય છે. જાપાનમાં, આ માછલી ઘણી તાલીમ પછી બનાવવામાં આવે છે. આ માછલી બનાવતા પહેલા જ શેફ ઘણી ટ્રેનિંગ લે છે. માછલીની વાનગી બનાવવા માટે શેફ પહેલા માછલીના ઝેરીલા ભાગોને કાઢી નાખે છે. જેમકે માછલીનું મગજ, ત્વચા, આંખો, અંડાશય, લીવર અને આંતરડા પણ દૂર કરવામાં આવે છે. આ પછી જ આ માછલીને ખાવામાં આવે છે.
બ્રિટિશ વાનગીઓમાં રૂબાબનો ખુબજ વ્યાપક રીતે ઉપયોગ થાય છે. પરંતુ રૂબાબ ખાવામાં ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. લોકોમાં એવી ચર્ચા છે કે તે કેટલું ઝેરી છે. તેમજ રુબાબના પાનમાં ઓક્સાલિક નામનું એસિડ જોવા મળે છે. રૂબાબ ખાવાથી કિડનીમાં પથરી પણ બને છે. પરંતુ રૂબાબ ખાધા પછી પણ લોકો તેને ખાવાથી બચતા નથી.
કાસુ માર્જુ નામનું ચીઝ ઇટાલીનું ખુબજ પ્રખ્યાત ચીઝ છે. તેમજ આ ચીજ વસ્તુ બનાવવા માટે તેમાં ઉડતા જંતુઓના લાર્વા પણ ભેળવવામાં આવે છે.તેથી આ ખાવાનું બંધ કરો, ફક્ત તેના નામ વિશે સાંભળીને તમે પોતેજ બીમાર થઈ જાવ. અમુક જંતુઓના લાર્વા તેમાં નાખવામાં આવે છે તરત જ તે અંદર ખુબજ વધવા લાગે છે. ત્યારબાદ તેઓ તેની અંદરથી ક્રીમ જેવું ચીઝ બનાવવાનું શરૂ કરે છે. તમને એટલું જણાવી દઈએ કે જો બનેલા પનીરમાં આ જંતુઓ મરી ગયા હોય તો તેનો અર્થ એવો થાય છે કે પનીર ખુબજ ખરાબ થઈ ગયું છે. અને જીવંત કીડાઓ સાથે આપડે વસ્તુઓ ખાવી ખૂબ જ મુશ્કેલ પડે છે. આ જંતુઓ પંદર સેન્ટિમીટર સુધીની રેન્જમાં કૂદી પડે છે.
સોયાબીન છે એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ તેમાંથી કેટલાક કઠોળ એવા છે કે જે સ્વાસ્થ્ય માટે ખુબજ સારા માનવામાં આવતા નથી. આ કઠોળ ખાધા પછી તમે જલ્દી બીમાર પડી શકો છો. તેમાંના એક છે એ લાલ સોયાબીન. લાલ સોયાબીનના બીજમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સ પણ હોય છે. પરંતુ લાલ સોયાબીનમાં એક ખાસ ચરબી હોય છે, જે પચવામાં ખૂબ જ મુશ્કેલ પડે એવી હોય છે. આ ચરબીને પચાવવા માટે પેટમાં ખુબજ દુખાવો થવા લાગે છે ઉલ્ટી પણ થવા લાગે છે. જો લાલ સોયાબીન ખાવું હોય તો તેને પહેલા બાર કલાક સુધી પાણીમાં પલાળી રાખવાની જરૂર છે. ત્યારબાદ તેને ખુબજ ઉકાળો અને પછી જ તેને ખાઓ.
જાયફળ નામનું સૂકું ફળ એક એવી ખાદ્ય સામગ્રી છે, જે ભારતના રસોડામાં ખુબજ જોવા મળે છે. જાયફળ ઘણી વાનગીઓમાં પણ વપરાય છે. જાયફળ બિસ્કિટમાં પણ નાખવામાં આવે છે. ઠંડા પીણાંમાં જાયફળ પણ ઉમેરવામાં આવે છે. પરંતુ જો જાયફળનો વધુ ઉપયોગ કરવામાં આવે તો જાયફળથી ઉબકા, દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ તેમજ માનસિક હુમલા પણ જાયફળથી થઈ શકે છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.