અમેરિકાના NOAA (નેશનલ ઓશિયોનિક અને એટમોસસ્ફીયર એ ડ મિનિસ્ ટ્રેશ ન ) એ અલનીનોની નવી ચેતવણી જાહેર કરી છે અને આ ચેતવણી અંતર્ગત જુનથી અલનીનોની અસર શરૂ થશે અને ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધી અલનીનોની અસર અનેક દેશોમાં જોવા મળશે.
અમેરિકાની NOAAના રિસર્ચ એનાલીસ્ટોએ જણાવ્યું હતું કે અગાઉ પેસિફિક મહાસાગરમાં તાપમાન વધી રહ્યું હોઇ અલનીનોની અસર રહેવાની આગાહી થઇ હતી પણ તાજા પરિબળો બતાવી રહ્યા છે કે હવે સ્ટ્રોગ અલનીનોની વેધર પેટર્ન ડેવલપ થઇ રહી છે અને તેની અસર હવે અગાઉ કરતાં વધુ જોવા મળશે.
અલનીનોની અસરે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં બ્રાઝિલ, આર્જેન્ટિના, પેરૂગ્વે, ઉરૂગ્વે સહિતના દક્ષિણ અમેરિકાના દેશોમાં સારો વરસાદ પડશે અથવા અતિવૃષ્ટિ જેવી સ્થિતિ બની શકે છે પણ ભારત તથા સાઉથઇસ્ટ એશિયાના દેશોમાં અને કેટલાંક આફ્રિકન દેશોમાં દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થશે.
ભારત, મલેશિયા, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને ઓસ્ટ્રેલિયામાં અલનીનોની અસરે ચાલુ સીઝનનું ચોમાસું નબળું જશે. NOAAની આગાહીને ટાંકીને જર્મનીની પ્રસિધ્ધ થતાં ઓઇલ વર્લ્ડે જણાવ્યું હતું કે ભારતમાં ખરીફ તૈલીબિયાંના ઉત્પાદનને મોટી અસર થશે ઉપરાંત મલેશિયા અને ઇન્ડોનેશિયાના પામતેલ ઉત્પાદનને પણ ૨૦૨૩ના અંતથી અસર થવાની શરૂ થતાં પામતેલનું ઉત્પાદન ઘટશે ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં કનોલાના ઉત્પાદનને પણ મોટી અસર થશે.
આવીજ હવામાનને લગતી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.