એક તરફ ગુજરાતમાં વરસાદને લીધે ખેડૂતોના શિયાળુ પાકો અને ઉનાળુ પાકો જેવા કે તલ, કેરીને ખુબજ મોટું નુકસાન થયું છે. જેની ખેડૂતો દ્વારા સરકાર સામે નુકસાની યોગ્ય વળતર આપવાની માંગ કરી છે.
બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા ફરીએકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આવનારા 24 કલાક દરમિયાન રાજમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ આગાહી કરતા જણાવ્યું કે, આવનારા 24 કલાક દરમિયાન રાજ્યમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય થવાને લીધે રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદી માહોલ સર્જાય શકે છે.
તેઓએ જણાવ્યું કે સુરત, નવસારી, ડાંગ, તાપીમાં કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા ભરઉનાળે આવી માવઠાની આગાહી કરતા ખેડૂતો ખુબજ ચિંતામાં મુકાય ગયા છે.
આવીજ હવામાનને લગતી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.