You are currently viewing કોરોનાએ બધાજ રેકોર્ડ તોડી નાખ્યા, આટલા કેસો નોંધાયા, 13 જેટલા લોકોના મોત, આરોગ્ય તંત્રનું એલર્ટ જાહેર

કોરોનાએ બધાજ રેકોર્ડ તોડી નાખ્યા, આટલા કેસો નોંધાયા, 13 જેટલા લોકોના મોત, આરોગ્ય તંત્રનું એલર્ટ જાહેર

Corona Virus Update:- દેશમાં ફરી એકવાર કોરોનાના કેસોએ જોર ખુબજ સારુંએવું પકડ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5,335 નવા કેસો નોંધાય ચુક્યા છે. ભારતમાં 195 દિવસ બાદ આટલા બધા કેસો એકજ દિવસમાં નોંધાયા છે. આજ સમયે, સક્રિય કેસોની વાત કરીએ તો વધીને 25,587 ને પાર પોહચી ગયા છે.




ગયા વર્ષે 23 સપ્ટેમ્બરના રોજ એક જ દિવસમાં 5,383 જેટલા કેસો નોંધવામાં આવ્યા હતા. દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાક દરમિયાન 509 જેટલા નવા કેસો નોંધાયા હતા. IIT કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે જણાવ્યું કે સમગ્ર ભારતમાં કોરોનાના વધતા કેસો એ કુદરતી રીતે રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાનો સંકેત આપી રહ્યા છે.




તેઓએ અનુમાન લગાવતા કહ્યું કે કે આ વર્ષે પણ અગાઉના વર્ષે આવેલા ચોથી લહેર જેવી પરિસ્થિતિ નું નિર્માણ થઇ શકે છે. આવનારા 2 મહિનામાં કોરોનાના 15 હજારથી લઈને દરરોજ ના 20 હજાર જેટલા કેસો નોંધાય શકે છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 13 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવી દીધો છે. કેરળમાં આજે સૌથી વધુ 7 જેટલા લોકોના મોત થઇ ચુક્યા છે. કર્ણાટક અને મહારાષ્ટ્રમાં બે જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા છે. પંજાબમાં 1 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. ભારતમાં દરરોજના પોઝિટિવ કેસોનો દર 3.32% જેટલો નોંધાયો છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના એ 4.47 કરોડ જેટલા કેસો  નોંધાયા છે.

IIT કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે જણાવ્યું કે હજુ સુધી ભારતમાં કોરોનાની પરિસ્થિતિ ગંભીર બની નથી.

આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply