Gujarat Weather Forecast:- આવનારા 3 થી 4 દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી હવામાન ખાતા એ આગાહી કરી છે. રાજસ્થાનની આજુ બાજુ માં બનેલા સર્ક્યુલેશનના લીધે રાજ્યમાં વરસાદ પાડવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા રજુ કરવામાં આવેલ છે. જોકે, તેઓએ જણવ્યું કે રાજ્યના અમુક વિસ્તાઓમાંજ વરસાદ પડશે…
ગુજરાતમાં આજ રોજ સામાન્યથી હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેમાં અમુક જગ્યાએ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા ના અમુક વિસ્તારો અને સાબરકાંઠા ના અમુક વિસ્તારોમાં આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છના અમુક વિસ્તારો જેવા કે રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર અને કચ્છમાં હળવોથી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
7 એપ્રિલના રોજ પણ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં હળવોથી ભારે વરસાદ પડી શકે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે આજના દિવસે સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ જેવા કે રાજકોટ, પોરબંદર માં હળવોથી ભારે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થઈ શકે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.