ગુજરાતમાં માવઠાના માર પછી ગરમીએ પણ પોતાનું જોર પકડ્યુ છે. સોમવારના રોજ ગુજરાતના સાત જેટલા શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી પણ ઉપર નોંધાય ચુક્યો છે. આની સાથે સાથે ત્રણ દિવસો માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. રૂવાળા બાલી નાખે તેવી ગરમીની સાથે સાથે હવામાન વિભાગે ગુજરાતના અનેક જગ્યાએ માવઠું પડવાની આગાહી પણ કરી છે.
રાજ્યના હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા તારીખ 12, 13, 18, 19, 23, થી લઈને 28 એપ્રિલ સુધી માવઠું પાડવાની આગાહી કરી છે. 12 અને 13 એપ્રિલ દરમિયાન અમદાવાદ શહેર માં હળવો થી ભારે વરસાદ પાડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
સોમવારના રોજ રાજ્યના અમદાવાદ શહેરમાં ઉંચામાં ઉંચુ તાપમાન 41.2 ડિગ્રી, આ સિવાય અમરેલીમાં 39.4, વડોદરામાં 40, ભાવનગરમાં 38.5, ભુજમાં 39.4, છોટાઉદેપુરમાં 39.3, ડાંગમાં 40.2, ડીસામાં 39.1, દ્વારકામાં 29.2, ગાંધીનગરમાં 38.2, જામનગરમાં 34.4, સહીત જૂનાગઢમાં 39.5, નલિયામાં 34.6, પંચમહાલમાં 39.8, પાટણમાં 41, રાજકોટમાં 38.6, અને સુરતમાં 38.8 ડિગ્રી સુધી નું તાપમાન જોવા મળ્યું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેઓએ જણાવ્યું કે ત્રણ દિવસ દરમિયાન તાપમાન 43 ડિગ્રી સુધી નોંધાય શકે છે. અમદાવાદ શહેરમાં ત્રણ દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, 5 દિવસ માવઠું પડવાની શક્યતાઓ રહેલી છે. જેમાં તેઓએ જણાવ્યું કે આજે અને કાલે બનાસકાંઠા, પાટણ, કચ્છમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી રહેલી છે. જ્યારે સૌરાષ્ટ્રના બધાજ જિલ્લાઓમાં વાતાવરણ સૂંકુ રહે તેવી હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.