Todays New Corona cases:- રાજ્યમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉંચકી રહ્યો હોય તેવી સ્થિતિ જન્મી રહી છે. કોરોના કેસોમા અત્યારે ચિંતાજનક વધારો નોંધાઇ રહ્યો છે. રાજ્યમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધવાથી આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે તો આ તરફ લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
આજે આરોગ્ય તંત્ર દ્વારા ઓફિશ્યલી રીતે જાહેર કરેલી માહિતી પ્રમાણે આજ રોજ રાજ્યમાં કોરોનાના 301 પોઝીટિવ કેસો નોંધાય ચુક્યા છે.
અહીં અમે તમને જણાવી દઈએ કે આજે સૌથી વધુ કોરોનના કેસ અમદાવાદ માં 115 કેસ નોંધાયા છે, જયારે બીજા શહેરોની વાત કરીએ તો
સુરતમાં 31,
વડોદરામાં 42,
રાજકોટમાં 25,
ગાંધીનગરમાં 22,
મોરબીમાં નવા 27,
અમરેલીમાં 12,
બનાસકાંઠામાં 6,
ભરૂચમાં 6,
મહેસાણામાં 4,
સુરેન્દ્રનગરમાં 3,
કચ્છમાં 2,
પોરબંદરમાં 2,
આણંદમાં 1,
ભાવનગરમાં 1,
સાબરકાંઠામાં 1,
વલસાડમાં પણ 1 નોંધાયા છે.
જયારે 149 જેટલા દર્દીઓ કોરોનાથી સાજા થયા છે, હાલ રાજ્યમાં આ સિવાય 1849 કોરોનાના કેસો એક્ટિવ છે અને 8 દર્દી વેન્ટીલેટર પર છે. ગુજરાતમાં આજે 664 લોકોને રસી આપવામાં આવી છે.