You are currently viewing Tonsil Ayurvedic Treatment in Gujarati | કાકડા થવાના કારણો અને તેની આયુર્વેદિક સારવાર

Tonsil Ayurvedic Treatment in Gujarati | કાકડા થવાના કારણો અને તેની આયુર્વેદિક સારવાર

Tonsil Ayurvedic Treatment in Gujarati | Tonsil Ayurvedic medicine | Best Ayurvedic medicine for tonsillitis




નાના બાળકો દૂધ પીતા હોય તો હળદર મેળવી ઉકાળેલું દૂધ હૂંફાળું હોય ત્યારે પાવું.

કાકડા આયુર્વેદની દ્રષ્ટિએ કફ પ્રધાન વ્યાધિ છે. અને તેથી તે કફ પ્રકૃતિવાળી વ્યક્તિને, કફ પ્રકોપની ઋતુમાં અને કફકર આહાર – વિહારનો અતિરેક કરવાથી થાય છે . નાના બાળકોમાં કાકડાની તકલીફનું પ્રમાણ વધારે હોય છે . કેમકે જન્મથી જ નાના બાળકો કફ પ્રકૃતિના હોય છે, એનો મુખ્ય આહાર દૂધ હોય છે. અને વારંવાર દૂધ પીવાથી કફની વૃદ્ધિ થઈ શકે છે.

જે લોકો વધુ પડતું ગળપણ ખાય છે, રોજિંદા ખોરાકમાં વારંવાર ગોળનો ઉપયોગ કરે છે. દિવસ દરમિયાન એકદમ ઠંડું પાણી કે ઠંડાપીણા પીધા કરે છે. શેરડીનો રસ, દૂધ કોડ્રિંક કે મિલ્કશેઈક પણ વારંવાર લીધા કરે છે તેમને કાકડાથવાની શક્યતા છે . વધુ પડતો બરફ, બરફના ગોળા, કુલ્ફી કે આઈસક્રીમ પણ ગળામાં કાકડા જેવી તકલીફ માટે કારણભૂત બની શકે છે.

કાકડામાં સોજો આવે કે પાક થાય તો ગળામાં સખત દુખાવો થાય છે . શરદી થઈ જાય છે . મોંમાં મોળ આવે છે અને થૂક પાણી કે કોઈ પણ ખાદ્ય પદાર્થ ગળા નીચે ઊતારવો હોય તો તકલીફ પડે છે . દુખાવાના કારણે શરીરમાં તાવ ભરાઈ જાય છે . માથું પણ દુખે છે . શરીર તૂટે છે અને બેચેનીનો અનુભવ થાય છે .

કાકડા બન્ને બાજુના ફૂલવાથીગળા વચ્ચે જગા ઘટી જાય છે અને તેથી અવારનવાર ઉધરસનાઇસકા પણ આવે છે . મોં ખોલાવીબેટરી દ્વારા ગળામાં જોવામાં આવે અને દરદીને જીભ બહાર કઢાવી ‘ આ … આ … આ … ‘ બોલવાનું કહેવામાં આવે તો બેટરીનાપ્રકાશમાંગળાનાકાકડા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે .

આવીજ સ્વાસ્થ્યય લક્ષી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર દબાવો.

કાકડાની સારવાર : જો આહાર વિહાર અને ઔષધ કફશામક હોય તે કાકડામાં લાભ કરે છે . તીખો , તૂરો અને કડવો રસ કફશામક છે . એજ રીતે ઠંડાને બદલે ઉષ્ણ શમન સૌથી ઉપચાર પણ કફનું કરે છે . સારવારમાં પહેલા તો પરેજીનું પાલન અનિવાર્ય છે .

કાકડામાં સોજો કે પાક થવાના જે કોઈ પણ કારણ છે તેને છોડવાથી ચોક્કસ લાભ થશે . દહીં , ગોળ , કેળા , દૂધ , ઘી , માખણ , શીખંડ , આઈસક્રીમ , શેરડી , ટામેટા , તમામ ફળ અને મીઠાઈ કાકડાના દરદી માટે અપથ્ય છે . આ સિવાય કાકડાવધવાના આગળ જે કોઈપણ કારણ દર્શાવ્યા છે તે પણ છોડી દેવા .

કાકડાનું અસરકારક અને ઘરગથ્થુ ઔષધ છે હળદર . નાના બાળકો દૂધ પીતા હોય તો હળદર મેળવી ઉકાળેલું દૂધ હૂંફાળું હોય ત્યારે પાવું . હળદર નાખીને બનાવેલી એકદમ ગળી ગયેલી ખીચડી પણ બાળકને આપી શકાય . લીલી હળદરની કચુંબર અથવા તો તેનો રસ કાઢી , થોડું મધ મેળવીને પણ કાકડાના દરદીને આપી શકાય . હળદરનું ચૂર્ણ મધ કે ખાંડ મેળવીને દિવસમાં ત્રણથી ચાર વાર લેવું .

હળદરના ચૂર્ણમાં મધ મેળવી પેસ્ટ જેવું બનાવી તેમાં આંગળી અથવા તો પિંછીબોળીકાકડા પર લગાવવું . હળદર , કાંટાળું માયું અને જેઠીમધનું ચૂર્ણ હૂંફાળા પાણીમાં નાખી હલાવીને તેના કોગળા ભરવા . કાકડા પાક્યા હોય તો ત્રિફળા અથવા તો પંચવલ્કલક્વાથનાકોગળા ભરવા . ગળા સુધી તે પ્રવાહી જવા દઈને થૂંકી નાખવું . ગળા પર કાકડાની આસપાસ બહારના ભાગમાં હળદરનો ગરમ લેપ લગાવવાથી પણ કાકડામાં આવેલો સોજો ઊતરી જશે .

ઔષધોઃ

( ૧ ) સિતોપલાદિ ચૂર્ણ ૧ ગ્રામ , હળદર ચૂર્ણ ૧ ગ્રામ ,બાલ ચાતુર્ભદ્ર ચૂર્ણ ૧/૪ ગ્રામ , નારદીય લક્ષ્મી વિલાસ રસ ૧ ગોળી આ બધું મેળવી મધમાંકાલવીનેચટાડવું .

( ૨ ) યષ્ટિમધુવટી , ખદિરાટિવટી અથવા વ્યોષાદિવટી દિવસ દરમિયાન ચારથી છ ટીકડી ચૂસવા માટે આપવી .

( ૩ ) હરિદ્રા ખંડ દિવસમાં ત્રણવારઅડધીથી એક ચમચી જેટલું ફાકી જવું . હરિદ્રાખંડ હવે સિ ૨૫ રૂપે પણ મળે છે .

( ૪ ) કાંચનાર ગૂગળ બેબે ગોળી સવારસાંજ ભૂકો કરીને પાણી સાથે લેવી . કાકડામાં પાક થયો હોય તો ત્રિફલા ગૂગળ અથવા તો કિશોર ગૂગળ બેબે ગોળી ભૂકા કરીને લઈ શકાય .

( ૫ ) કાકડા પર સોજો આવ્યો હોય ત્યારે ગળા પર બહારના ભાગમાં રસવંતી લેપ અથવા દશાંગલેપ અલગ અલગ અથવા તો મિક્સ કરીને હૂંફાળો હોય ત્યારેલગાવવો .

પરેજ:ઠંડાપીણાં , ફ્રીજનું ઠંડું પાણી , આઈસક્રીમ , વિવિધ પ્રકારના જ્યૂસ તથા મિલ્કશેઈકનો ઉપયોગ જેમ જેમ વધતો જાય છે તથા બજારું ખોરાક ( ફાસ્ટ ફૂડ ) નું પ્રમાણ જેમ જેમ વધતું જાય છે તેમ તેમકાકડાના દરદી પણ વધવા લાગ્યા છે.

આયુર્વેદનીદ્રષ્ટિએકાકડા ( Tonsillitis ) ના દરેક કેસમાં સર્જરી અનિવાર્ય નથી . દરદી ઔષધ લેવા તૈયાર ન હોય , પરેજી પાળવામાં રસ ન હોય કે કાકડા સખત રીતે પાકી ગયા હોય અને ઔષધ ચિકિત્સાથી મટી શકે તેમ જ ન હોય તો શસ્ત્રકર્મનો આશરો લઈ શકાય .

મિત્રો સાથે શેર કરો

Leave a Reply