You are currently viewing પૃથ્વીના વિનાશનો સમય નજીક આવી ગયો, 1.20 કરોડ લોકો દરિયામાં ડૂબી જશે, મોટા શહેરો સેકન્ડમાં સાફ, જાણો શું છે મોટો ખતરો

પૃથ્વીના વિનાશનો સમય નજીક આવી ગયો, 1.20 કરોડ લોકો દરિયામાં ડૂબી જશે, મોટા શહેરો સેકન્ડમાં સાફ, જાણો શું છે મોટો ખતરો

અમેરિકામાં દેશમાં મોટા ભાગની જમીનો વિખેરાઈ જશે અને દરિયામાં ડૂબી જશે. અથવાતો દરિયો આ વિસ્તારોને ગળી જશે. આવી પરિસ્થિતિ આવવામાં હવે વધુ સમય બાકી નથી રહ્યો. માત્ર ને માત્ર 77 વર્ષ જ બાકી રહ્યા છે. એટલે કે આ સદી પુરી થશે ત્યાં સુધીમાં બધોજ વિનાશ થઇ જશે.
ન્યુઝીલેન્ડ સ્થિત યુનિવર્સિટી ઓફ કેન્ટરબરી અને યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ આ બંનેના વૈજ્ઞાનિકો ટોમ લોગન, એમજે એન્ડરસન અને એલિસન રેલીએ અમેરિકાના વાતાવરણનો ભવિષ્યનો ખુબજ ગહન અભ્યાસ કર્યો હતો. અને તેઓએ પોતાના અભ્યાસમાં જણાવ્યું હતું કે દર એક દાયકો પૂરો થતાની સાથેજ અમેરિકાની હાલત ખુબજ બગડતી જશે.તેઓએ જણાવ્યું કે વર્ષ 2100 સુધીમાં તો, અમેરિકામાં 9 મિલિયનથી લઈને 12 મિલિયન સુધીના લોકો દરિયાની વધતી જતી સપાટીથી ખુબજ પ્રભાવિત થશે.
દરિયામાં આવતા પૂરના જોખમ માં તો વધારો થશેજ, પરંતુ તેની સાથે સાથે અચાનક આવતા પૂરની શક્યતાઓમાં પણ વધારો થવાની સંભવનાઓ રહેલી છે. વારે ઘડીએ ઉંચા ઊંચા મોજાઓ અને તોફાનોનું જોર ખુબજ વધી જશે. જેના લીધે મોટા મોટા શહેરોના દરિયાકાંઠાની પાસે આવેલા વિસ્તારો કાં તો દરિયામાં જ ડૂબી જશે. કે પછી તેઓ ટાપુઓ બની જશે. આથી દરિયાકાંઠાના અનેક વિસ્તારોમાં પુરનું જોખમ જોવા મળશે.

વૈજ્ઞાનિકોએઆવી પરિસ્થિતિ સર્જાશે તેનું અનુમાન લગાવવામાં માટે ત્રણ અલગ અલગ ધોરણો નક્કી કર્યા છે. જેમાં તેઓએ જણાવ્યું કે જેમ જેમ તાપમાનમાં વધારો થશે તેમ તેમ પાણીના સ્તરમાં પણ 0.5 મીટર, થી લઈને 1 મીટર સુધી અથવા બે મીટર સુધીનો વધારો થશે. અહીં તમને જણાવી દઈએ કે જો પાણીનું સ્તર એ બે મીટર સુધી વધી જઈ તો એવું માનવામાં આવે છે કે અમેરિકાનો એક મોટો વિસ્તાર પાણીમાં ગલકાવ થઇ જશે. આવી પરીશ્થીતીનું નિર્માણ થવામાં હજુ ઘણો સમય લાગશે, પરંતુ આવનારા બે દાયકાઓમાં દરિયાનું પાણી નું સ્તર ઝડપથી વધી જશે. તે સમયે અમેરિકાના દરિયાકાંઠાના વિસ્તારોને આનો સામનો કરવો પડી શકે છે.

અમેરિકન સ્પેસ એજન્સી નાસાના એક અભ્યાસ કહેવામાં આવ્યું હતું કે દરિયાના જળસ્તરમાં વધારો થવાને લીધે વર્ષ 2050 થી અમેરિકાના તમામ કિનારાઓના વિસ્તારો ડૂબી જશે.
નાસાએ જણાવતા કહ્યું હતું કે 2050 આવતા આવતા અમેરિકાનો દરિયાકિનારોએ એકાદ ફૂટ જેટલો ડૂબી જશે. સૌથી ભયકંર હાલત ગલ્ફ કોસ્ટ ની થશે. ત્યારબાદ, દક્ષિણપૂર્વ કિનારાની એટલે કે ન્યુયોર્ક, સાન ફ્રાન્સિસ્કો, લોસ એન્જલસ અને વર્જીનિયા જેવા અનેક અમેરિકાના રાજ્યોના દરિયાકાંઠાના વિસ્તારોને મોટો ખતરો થશે.

અમેરિકાના પૂર્વ દરિયાઈ કિનારે જળસ્તર 10 થી લઈને 14 ઇંચ સુધી વધી જશે. અને ગલ્ફ કોસ્ટ ના વિસ્તારોમાં 14 થી લઈને 18 ઇંચ સુધી વધી જશે આ સિવાય પશ્ચિમ દરિયા કિનારાના ભાગોમાં 4 થી લઈને 8 ઇંચ સુધી સ્તર વધી જશે. આના અભ્યાસ માટે, નાસા દ્વારા સેટેલાઇટમાં આવેલા અલ્ટીમીટર વડે સમુદ્રની સપાટી માપી તો તેઓને ખ્યાલ આવ્યો કે છેલ્લા 100 વર્ષમાં સ્પષ્ટપણે સમજી શક્યું છે કે દરિયા ની સપાટીમાં વધારો થયો છે.

નાસા એ કહ્યું કે દરિયાની સપાટી વધવા પાછળનું મુખ્ય કારણ ધ્રુવીય બરફ પીગળી રહ્યો છે તે છે, તેટલું જ પાણીનું પણ સ્તર વધી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગ વધવાને લીધે ધ્રુવીય બરફ પીગળી રહ્યો છે. જમીન, પાણી અને હવા આમ ત્રણેય વધુ પડતા ગરમ થઈ રહ્યા છે. ગલ્ફ કોસ્ટનો વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થવા થઇ રહ્યો છે.
વાવાઝોડાઓ અને તોફાની ચક્રવાતનું પણ જોખમ દિવસેને દિવસે વધી રહ્યું છે. અમેરિકાના દરિયાઈ કાંઠાના વિસ્તારોએ 2030ના મધ્ય ભાગ સુધીમાં તો અલ-નીનો અને લા-નીનાની અસરોનો વધુ સામનો કરતા હશે. 2050 આવતા આવતા પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બની જશે. અલ નીનોની અસરના લીધે દરિયાની સપાટી ખુબજ ગરમ થઇ રહી છે. જેના લીધે વધુ પડતા તોફાનો આવવાની શક્યતાઓ રહેલી છે. જો દરિયાનું સ્તર વધી જશે તો હવામાનને પણ બદલી નાખશે. આ ફેરફાર ખુબજ ખતરનાક હશે. આ એક માત્ર અમેરિકાનેજ અસર થશે એવું નથી પરંતુ. સમગ્ર વિશ્વને આની અસર નો સામનો કરવો પડી શકે છે.

આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply