ભારતમાં થોડાજ સમય થી ફ્લૂ અને શ્વાસ સંબંધીત બીમારીઓનું પ્રમાણ ખુબજ વધી રહ્યું છે. તે ઉપરાંત H3N2 અને એડિનોવાયરસના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિ કાબુ બહાર ન જતી રહે તે માટે કેન્દ્ર સરકારે દ્વારા એક ખુબજ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઈન્ફલ્યુએન્ઝા અને શ્વસન રોગોના રોગો થી સાવધાન રહો
દેશના કેન્દ્રીય સ્વાસ્થ્ય સેક્રેટરી રાજેશ ભૂષણ દ્વારા દેશના તમામ રાજ્યોને એક લેટર મોકલવામાં આવ્યો છે જેમાં તેઓએ ઈન્ફલ્યુએન્ઝા અને શ્વસન સંબન્ધિત રોગો થી સાવધ રહેવાની વાત કરી છે. ભારત માં અત્યારે H3N2 અને એડિનોવાયરસ એક્ટિવ છે જેને લીધે કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. દેશના લોકોને થોડા સમય થી તીવ્ર તાવ, શરદી અને ગળામાં દુખાવાની ફરિયાદો આવી રહી છે. સર ગંગારામ હોસ્પિટલના ડોક્ટર ધીરેન ગુપ્તાએ દ્વારા કહેવામાં આવ્યું કે, “છેલ્લા 6 જ મહિનામાં તો વાયરસની પેટર્નમાં પણ ફેરફારો થઈ ગયા છે. આમ જોયે તો ઈન્ફલ્યુએન્ઝાને નંબર 1 વાયરસ તરીકે પણ જોઈ શકીએ છીએ.
કોરોનાની જેમ જ ફેલાય રહ્યો છે એડિનોવાયરસ
એડેનોવાયરસની ગંભીરતાને જોતા તેઓએ જણાવ્યું કે બીજા વાયરસની જ ગંભીર રોગ છે. “છેલ્લા બે જ મહિનાઓમ તો આઈસીયુમાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થવા લાગ્યો છે. એડેનોવાયરસ વિશે જણાવતા ડો.ગુપ્તાએ કહ્યું હતું કે ડીએનએ વાયરસ એ મુખ્યત્વે ઉપરના શ્વસનતંત્ર અને આંખોને પણ અસર કરતા હોય છે અને કોવિડની જેમજ ફેલાય રહ્યો છે.
એડિનોવાયરસએ 2 વર્ષના બાળકને અસર પહોંચાડે છે
0-2 વર્ષના બાળકોમાં સંક્રમણનું સૌથી વધુ જોખમ જોવા મળી રહ્યું છે.આ સિવાય 2 થી લઈને 5 વર્ષ સુધીના બાળકોમાં સંક્રમણનું જોખમ ખુબજ વધારે રહેલું છે. 5 થી લઈને 10 વર્ષની વયના બાળકોને તે (ચેપ) લાગવાની સંભાવનો ખુબજ વધારે રહેલી છે. ડોક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું છે કે 10 વર્ષથી વધુ ની ઉંમર ધરાવતા બાળકોમાં આ વાયરસના ચેપ નું જોખમ ઓછું છે.
આ વાયરસ થી બચવા માટે માસ્ક પહેરવું જરૂરી છે
ડો.બી.એલ.શેરવાલે આ વાયરસ વિશે જણાવતા કહ્યું કે, અત્યારના સમયમાં હવામાનમાં આવતા પરિવર્તનની સાથે આ રોગ ખૂબ જ ઝડપથી ફેલાય રહ્યો છે. આ વાયરસ થી બચવા માટે નો સૌથી જો કોઈ સારો ઉપાય હોય તો તે છે માસ્ક પહેરવાનો છે. કોરોના વાયરસના દેશમાં ઓછો થાય બાદ લોકોને લાગે છે કે કોરોના ચાલ્યો ગયો જેથી લોકો પહેલાની જેમ હેન્ડવોશિંગ કરતા નથી. પરંતુ હવે ફરીથી લોકોને અપીલ કરવામાં આવે છે કે પહેલાની જેમ માસ્ક પહેરવું અને સાબુ અથવા સેની ટાઇઝર થી હાથ ધોવા જેથી વાયરસનો ખતરો ઓછો રહે.
ખાસ જણાવવાનું છે કે હાલ કોઈ ખુબજ નિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું નથી જેથી કરીને લોકડાઉંન લગાવી શકાય
આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
This Article Credit By VTV Gujarati