You are currently viewing આવતી કાલથી આટલા જિલ્લાઓ સાવધાન, છોતરા કાઢી નાખે તેવો પડશે વરસાદ

આવતી કાલથી આટલા જિલ્લાઓ સાવધાન, છોતરા કાઢી નાખે તેવો પડશે વરસાદ

Unseasonal rainfall forecast:- રાજ્યમાં એક બાજુ ગરમીએ લોહી પીધું તો બીજી તરફ કમોસમી વરસાદે હવે ખેડૂતોનીતો હાલત ખુબજ કફોડી બની ગઈ છે. ખેડૂતો માટે ફરી એકવાર હવામાન દ્વારા માઠા સમાચાર આપવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.




હવામાન વિભાગ દ્વારા જણાવ્યા પ્રમાણે, તારીખ 12 એપ્રિલના રોજ ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ પાડવાની આશંકા રહેલી છે.

તારીખ 13 એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે. જેમાં  સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.




સાથે સાથે હવામાન વિભાગે ગરમીની પણ આગાહી કરી દીધી છે. તેઓએ જણાવ્યું કે, ગુજરાતમાં આવનારા 5 દિવસ સુધી હજુ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. તારીખ 14 એપ્રિલ થી લઈને 15 એપ્રિલ સુધી અમદાવાદના અનેક વિસ્તારોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

મિત્રો સાથે શેર કરો

Leave a Reply