You are currently viewing Vahan Akasmat Sahay Yojana । માર્ગ અકસ્માતના કિસ્સામાં ગુજરાત સરકાર 50 હજાર સુધીની સહાય આપશે

Vahan Akasmat Sahay Yojana । માર્ગ અકસ્માતના કિસ્સામાં ગુજરાત સરકાર 50 હજાર સુધીની સહાય આપશે

Vahan Akasmat Sahay Yojna : ગુજરાતના ડેપ્યુટી CMના સરકારના નિર્ણય અનુસાર ગુજરાત રોડ અકસ્માતના પીડિતોને રૂ.50000નો આપશે ખર્ચ. ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરના તમામ માર્ગ અકસ્માત પીડિતોને રૂ. 50,000 સુધીની તબીબી સારવાર આપશે.




સરકારના જણાવ્યા અનુસાર, નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા અકસ્માતના પ્રથમ 48 કલાક દરમિયાન ઈજાગ્રસ્તવ્યક્તિનો તબીબી ખર્ચ સરકાર ઉઠાવશે.

ગુજરાત સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં સરેરાશ વાર્ષિક આશરે 29,000 માર્ગ અકસ્માતો અને આશરે 6,500 મૃત્યુનો રેકોર્ડ છે.

“અમે આ નિર્ણય પીડિતોને ઝડપી સારવારનો લાભ મળે અને અકસ્માત પછીના 48 કલાક દરમિયાન, એમઆરઆઈ, સીટી સ્કેન અથવા એક્સ-રે અને સારવાર સહિતની જરૂરી સુવિધાઓમેળવવામાં મદદ કરવા માટે લીધો છે,”તેવું રાજ્યના આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું.




આ યોજનામાં કઈ સારવારનો સમાવેશ થાય છે તેને આપડે સમજીએ.

જેમાં ડ્રેસિંગ, સ્ટેબિલાઈઝેશન, ફ્રેક્ચર સ્ટેબિલાઈઝેશન, શ્વસનની સ્થિતિ, એક્સ-રે, ઈજાના ઓપરેશન, સીટી સ્કેન, એમ.આર.આઈ, અલ્ટ્રા સાઉન્ડ, બ્લડ ટ્રાન્સફ્યુઝન, માથાની ઈજાની સારવાર અને ઓપરેશન, ઈન્ટીમેટટ્રીટમેન્ટ યુનિટ (આઈસીયુ), પેટ અને સ્નાયુ જેવી ઈજાઓનો સમાવેશ થાય છે.જેમાં તમામ પ્રકારનીસારવારનાખર્ચનો સમાવેશ થાય છે.

તમે સારવારના પ્રથમ 48 કલાકનો ખર્ચ ન કરો

અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિને કોઈપણ ખાનગી હોસ્પિટલ, જિલ્લા-તાલુકાની હોસ્પિટલ, મેડિકલ કોલેજો-હોસ્પિટલો અથવા અન્ય કોઈપણ જાહેર કે ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે.અકસ્માતનાદર્દીઓને પ્રાથમિક સારવાર માટે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં.




ખાનગી હોસ્પિટલોએસારવારના પ્રથમ 48 કલાક માટે દર્દી પાસેથી કોઈ પૈસા લેવાના રહેશે નહીં.ખાનગીહોસ્પિટલોએ સારવારનું બિલ સંબંધિત જિલ્લાના જિલ્લા અધિકારી અથવા ડૉક્ટર સુપરિન્ટેન્ડેન્ટને જમા કરાવવાનું રહેશે અને ખાનગી હોસ્પિટલને બિલ માટે 50 હજાર રૂપિયા સુધીની રકમ આપવામાં આવશે.

આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માંગતા હોવ તો નીચે આપેલ બટન પર ક્લિક કરો અને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ.

વોટ્સએપ

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply