Vanbandhu Sahay Yojana । Horticultural Subsidy । 90% Subsidy For Horticultur । IKhedut Portal । ગુજરાત સરકાર બાગાયતી પાકોનું વાવેતર પ્રમાણ વધે તે માટે કુલ વાવેતર ખર્ચના મહત્તમ 90% સુધીની સહાય આપી રહી છે.
દેશના અન્ય રાજ્યોની જેમજ ગુજરાત રાજ્યના ખેડૂતો પણ બાગાયતી પાકો તરફ વળી રહ્યા છે, અને તેમાં અવનવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે.
આથી જ Goverment Of Gujarat (ગુજરાત સરકાર) પણ આવા ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે સહાય યોજનાઓ લાવતી હોય છે.
આજે આપણે આવીજ એક સહાય યોજના એટલે કે “વનબંધુ” સહાય યોજના જેમાં ફળો અને શાકભાજીના વાવેતર માટે ખેડૂતોને સબસીડી આપવામાં આવે છે.
આ સહાય યોજનાના ફોર્મ ખેડૂતો ઓનલાઇન Ikhedut Portal પરથી ભરી શકે છે.
વનબંધુ સહાય યોજના । Vanbandhu Sahay Yojana
ગુજરાત રાજ્યના બાગાયત વિભાગ (Horticulture Department) દ્વારા Ikhedut Portal પર વિવિધ પ્રકારની યોજનાઓ અમલમાં મુકવામાં આવતી હોય છે. જેમાં ડ્રેગન ફ્રૂટની ખેતી માટેની સહાય યોજના, હાલમાં Ikhedut Portal પર ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટિંગ મટીરિયલમાં સહાય આપવામાં આવે છે.
સહાય યોજના નું નામ | વનબંધુ સહાય યોજના |
અરજી કરવા માટેની ઉપ્લબ્ધ ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
સહાય યોજના માટેના લાભાર્થી | ગુજરાતના અનુસૂચિત જનજાતિ ના ખેડૂતો |
મળવા પાત્ર સહાય | આ યોજના હેઠળ કુલ ખર્ચના મહત્તમ 90% સુધીની સહાય |
અરજી કરવા માટેની વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજી કરવા માટેની છેલ્લી તારીખ | 31/12/2021 |
વનબંધુ સહાય હેઠળ ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટિંગ મટીરીયલ મેળવવાની પાત્રતા અને નિયમો
આ યોજનાનો લાભ મેળવવા માંગતા ખેડૂતો ને નીચે મુજબની પાત્રતા અને નિયમોના આધારે પ્લાન્ટિંગ મટીરીયલની સહાય આપવામાં આવશે.
- લાભાર્થી ખેડૂત મૂળ ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ
- આ યોજનાનો લાભ ફક્ત ST (એસ.ટી) વર્ગમાં આવતા ખેડૂતોને જ મળશે.
- જે ખેડૂતો પોતાની માલિકીની જમીન ધરાવતા હશે તેઓને જ આ યોજનાનો લાભ મળશે.
- આ યોજનાનો લાભ ખેડૂતો માત્ર એકવાર જ લઈ શકશે.
- લાભાર્થી ખેડૂતે ફળપાકોની કલમ NHB (National Horticulture Board) રાષ્ટ્રીય બાગાયત બોર્ડ દ્વારા એક્રિડિએશન/ કૃષિ યુનિવર્સિટી અને બાગાયતી ખાતાની નર્સરી માંથીજ ખરીદવાની રહશે.
- ફળપાકોના રોપાની કિંમત રૂ. 250 /- સુધી હશે તેવા કિસ્સામાં જ સહાય મળવાપાત્ર થશે.
- ખેડૂત ખાતા દીઠ 4 હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે.
- આ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતને અન્ય કોઈ ફળપાકની યોજનામાં સહાય મળવાપાત્ર થશે નહિ.
વનબંધુ યોજના હેઠળ ફળપાકોના વાવેતર માટે મળવાપાત્ર સહાય
આ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને મળવાપાત્ર લાભની વિગતો નીચે મુજબની છે.
ફળપાકનું નામ | પ્રતિ હેકટર મળવા પાત્ર સહાય |
આંબા | 32000/હેક્ટર |
જામફળ | 16650/ હેક્ટર |
નાળીયેરી | 13000/ હેક્ટર |
દાડમ | 20000/ હેક્ટર |
ચીંકુ | 22000/ હેક્ટર |
સિતાફળ | 15400/હેક્ટર |
બોર | 2780/ હેક્ટર |
જાંબુ | 6020/ હેક્ટર |
મોસંબી | 5560/ હેક્ટર |
આ યોજના મેળવવા માટે લાભાર્થીએ IKhedut Portal પર ઓનલાઇન અરજી કરવાની હોઈ છે, તે માટે લાભાર્થીને નીચે જણાવેલ ડોક્યુમેન્ટ ની જરૂર પડેશે.
- ST જ્ઞાતિનું સર્ટિફિકેટ
- આધારકાર્ડની ઝેરોક્ષ
- રેશનકાર્ડની ઝેરોક્ષ
- બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ
- ખેડૂત મિત્રો જમીન સંયુક્ત ખાતેદાર તરીકે હોય તો તેવા કિસ્સામાં 7-12 અને 8-A જમીનમાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
Vanbandhu Sahay Yojana 2022 Online Registration Process
વનબંધુ સહાય યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો એ નજીક ની તાલુકા કચેરીએ થી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહશે અથવા ઘરે બેઠા પણ ઓનલાઈન અરજી કરી શકશે.
- ઓનલાઈન અરજી કરવા માટે google પર I Khedut Portal લખીને સર્ચ કરો.
- ત્યાર બાદ સ્ક્રિન પર તમને I Khedut Portal Official વેબસાઈટ જોવા મળશે તેના પર ક્લિક કરો.
- હવે I Khedut portal official પર “યોજનાઓ” લખેલ હશે તેના પર ક્લિક કરો

- અહી ક્લિક કર્યા બાદ તમને સ્ક્રિન પર “બાગાયતી યોજનઓ” લખેલ હશે તેના પર ક્લિક કરો.

- “બાગાયતી યોજનાઓ” પર ક્લિક કાર્ય બાદ તેમાં “ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય (વનબંધુ)” માં “અરજી કરો” પર ક્લિક કરો.

- ક્લિક કર્યા બાદ તમારી સમ્ક્ષ એક અરજી ફોર્મ આવશે તેમાં માગ્યા મુજબની માહિતી ભરી ને તે ફોર્મ સબમિટ કરી દો.
- આ અરજી ફોર્મ ની પ્રિન્ટ કાઢી ને તે અરજી ફોર્મ પર આપેલ અડ્રેસ્સ પર જરૂરી ડોક્યુમેન્ટની સાથે જમા કરવાના રહશે.