Ambalal Patel Gujarat Forecast:- અંબાલાલ પટેલે જે રીતે વાવાઝોડાની આગાહી 2-3 મહિના પહેલા કરી દીધી હતી તેવીજ રીતે ચોમાસા ની આગાહી અગાઉ થીજ કરી દીધી છે. જે રીતે તેઓએ જૂન માસમાં ભારે થી અતિભારે વરસાદ પડશે તેની આગાહી અગાઉ કરીતી તેવીજ રીતે આજે તેઓએ જુલાઈ મહિનામાં પણ કઈ તારીખો દરમિયાન વરસાદ પડશે તેની સંભાવનાઓ વ્યક્ત કરી દીધી છે. તો ચાલો જોઈ લાયે કે મેઘરાજા જુલાઈ મહિનામાં કઈ કઈ તારીખો દરમિયાન ધબધબાટી બોલાવશે.
ગુજરાતના હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ જુલાઈ મહિનાને લઈને કહ્યું કે તારીખ 4 થી લઈને 6 સુધી માં વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે, આ ઉપરાંત તારીખ 8થી લઈને 12 સુધીમાં અને 11, 12 અને 13 તારીખ દરમિયાન દરિયકાંઠે પવન ફૂંકાઈ તેવી સંભાવનાઓ રહેલી છે. એક મહિનામાં હવાના બે હળવા દબાણ ઉભા થાય તો ચોમાસું વધારે સારું રહેશે.
જુલાઈ મહિનામાં સારા એવા પ્રમાણમાં વરસાદ પડશે તેવી સંભવાનાઓ રજુ કરવામાં આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, તારીખ 18, 19 અને 20 દરમિયાન પણ વરસાદ પડી શકે તેવી શક્યતાઓ રહેલી છે. તેઓએ આ સિવાય કહ્યું કે આ વર્ષનું ચોમાસુંએ ખુબજ નિયમિત પેટર્ન વાળું છે. બિપોરજોય વાવાઝોડાના લીધે અલગ-અલગ ભાગોમાં હવાના દબાણ બન્યા છે.
આવી અલગ પ્રકારની પેટર્નમાં ચોમાસા અંગેની સંભાવનાઓ વ્યક્ત કરવી અઘરી છે, પરંતુ વરસાદ જુલાઈ માસમાં સારો રહેવાની શક્યતાઓ હવામાન નિષ્ણાત અંબાલાલ વ્યક્ત કરી રહ્યા છે. ઓગસ્ટની શરુઆત અંગે પણ તેમણે કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરી છે.
ઓગસ્ટની શરુઆતમાં તાપી નદીના જળસ્તરમાં વધારો થવાની આગાહી અંબાલાલ કરી રહ્યા છે, આ સાથે તેમણે જણાવ્યું કે, 17મી ઓગસ્ટ પછી વરસાદનું જોર ઘટી શકે છે. જોકે, ઓગસ્ટના પાછલા દિવસોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.