Ambalal Patel Scary Prediction:- ગુજરાતમાં વરસાદનું જબરું વહન આવી રહ્યું હોવાની શક્યતાઓ હવામાન નિષ્ણાત અંબાલાલ પટલે દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં વરસાદનું જોર વધવાની સંભાવનાઓ વ્યક્ત કરીને કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.
અંબાલાલ જણાવે છે કે, સોમાલિયા તરફથી જે વિન્ડ ગસ્ટ આવશે તે ભારે ભેજ લઈને આવશે અને તેના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. અંબાલાલ પટેલે ગુજરાત વિવિઘ ભાગોની સાથે અમદાવાદમાં પણ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે. અંબાલાલે ભારે વરસાદ સાથે નર્મદા અને સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલે 3 ઓગસ્ટથી વરસાદનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાતના મહેસાણા તથા બનાસકાંઠાના પાલનપુરમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સિવાય મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા સહિતના ભાગોમાં વરસાદની શક્યતાઓ છે. અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે. આ વરસાદનું વહન જબરું છે.
આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.