You are currently viewing પરેશ ગોસ્વામીની ભુક્કા કાઢી નાખે તેવી આગાહી, ઉપરાઉપરી સિસ્ટમ થઇ સક્રિય, આ વિસ્તારોમાં અનરાધાર, મુશળધાર, બારેમેઘ ખાંગા જુઓ અહીં ક્લિક કરીને

પરેશ ગોસ્વામીની ભુક્કા કાઢી નાખે તેવી આગાહી, ઉપરાઉપરી સિસ્ટમ થઇ સક્રિય, આ વિસ્તારોમાં અનરાધાર, મુશળધાર, બારેમેઘ ખાંગા જુઓ અહીં ક્લિક કરીને

Paresh Goswami, Gujarat Weather Forecast: રાજ્યમાં વાવાઝોડા બાદ ચોમાસું જામ્યું છે અને સિઝનનો સામાન્ય કરતા વધારે વરસાદ વરસી ગયો છે. આગામી દિવસોમાં પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. કેરળથી દક્ષિણ ગુજરાત સુધીનો ઓફશોર ટ્રોફ છે તે મજબૂત હોવાનું અને સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદ તૂટી પડવાની સંભાવના વ્યક્ત કરી છે.
પરેશ ગોસ્વામીએ જુલાઈ મહિનાના બાકીના દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે, કેરળથી દક્ષિણ ગુજરાત સુધીનો ઓફશોર ટ્રોફ છે ખૂબ મજબૂત છે. રાજ્ય પર મજબૂત સિયરઝોન તૈયાર થઈ રહ્યું છે અને બંગાળની ખાડીમાં અપરએર સાઈક્લોનિક સિસ્ટમ છે તે ઉત્તરપશ્ચિમ તરફ ગતિ કરી રહ્યી છે. તે લોપ્રેશરનું સ્વરૂપ લેશે અને વધુ મજબૂત બનીને ડિપ્રેશન કે ડીપડિપ્રેશન બની શકે છે. જેના કારણે ભારે વરસાદની સંભાવનાઓ છે.

આ સાથે તેમણે તારીખો સાથે માહિતી આપી છે કે 16 અને 17 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ક્યાંક સામાન્યથી મધ્યમ વરસાદ, કેટલાક સેન્ટરો પર ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે.
નિષ્ણાત પરેશ ગોસ્વામી જણાવે છે કે અપરએર સાઈક્લોનિક સિસ્ટમના કારણે આગામી દિવસોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. જેમાં 18થી 25 જુલાઈ દરમિયાન વરસાદનો મોટો રાઉન્ડ આવી રહ્યો છે. જેમાં 18, 19 અને 20 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં તથા મધ્ય ગુજરાતના અમદાવાદ, કપડવંજ, વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા આ ભાગોમાં સામાન્યથી વધુ વરસાદ થઈ શકે છે. કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

20 તારીખ પછી 21, 22, 23 અને 24 દરમિયાન રાજ્યના તમામ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાત, કચ્છ તથા પૂર્વ ગુજરાતના ભાગો છે ત્યાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ તો કેટલાક ભાગોમાં ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે.
18 જુલાઈથી 25 જુલાઈ સુધીનું વરસાદનો રાઉન્ડ છે તેમાં સામાન્યથી વધારે વરસાદ થવાની શક્યતાઓ છે, જ્યારે ઘણાં ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. એકાદ-બે સ્પેલ હશે તેમાં 21થી 24 જુલાઈ દરમિયાન અતિવૃષ્ટિ જેવો માહોલ પણ સર્જાઈ શકે છે તેવી સંભાવનાઓ પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે.

મહત્વનું છે કે અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતમાં ભારે વરસાદનું વહન આવી રહ્યું હોવાની આગાહી કરી છે અને તેમણે 17થી 20 જુલાઈમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ખેડા, નડીયાદ, વડોદરામાં ભારે વરસાદની શક્યતા રહેશે. આ પછી પણ તેમણે જુલાઈના અંતમાં વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

વોટ્સએપ

ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે Sarkarisahayyojana.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply