Weather Forecast:- ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષોભને લીધે વરસાદ પાડવાની આગહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી પ્રમાણે છેલ્લા માવઠા કરતા આ માવઠાનું જોર ખુબજ નહિવત હશે. હવામાન વિભાગ દ્વારા આવનારા 48 કલાક દરમિયાન ગુજરાતના ઉત્તર તથા સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે તારીખ 6 એપ્રિલના સવારના 8.30થી લઈને 8 એપ્રિલના સવારના 8.30 સુધી માવઠાની અસર જોવા મળી શકે છે. જોકે, ત્યાર બાદ પણ વરસાદની સંભાવનાઓ રહે તેવી શક્યતાઓ હવામાન દ્વારા રજુ કરવામાં આવી છે. ગુજરાતમાં ઉનાળામાં માવઠું થવાને કારણે તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાઈ રહ્યું હતું, જોકે, હવે વાતાવરણમાં ગરમીનું જોર ધીમે ધીમે વધી રહ્યું છે.
રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યમાં માર્ચ મહિનામાં વરસાદી વાતાવરણ રહ્યું હતું તેવીજ રીતે એપ્રિલ મહિનામાં પણ વરસાદી વાતાવરણ રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. વરસાદી વાતાવરણના કારણે તાપમાન સામાન્ય કરતા પણ નીચું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં 2023નું વર્ષ એ વિષમ હવામાનવાળું રહે તેવી હવામાન ના નિષ્ણાત અંબાલાલ પટેલ કહેવું છે. અને અંબાલાલ પટેલે જણાવતા કે એપ્રિલ અને મે મહિનામાં ખુબજ આંધી અને વંટોળો આવી શકે છે.
આજ સવારથી જ અમદાવાદ સહીત રાજ્યના અનેક વિસ્તારોમાં જેવા કે સૌરાષ્ટ્ર ના જૂનાગઢ, રાજકોટ, ગોંડલ, ધોરાજી, આ સિવાય ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ બધાજ જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડ્યા હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. અચાનક વાતાવરણમાં આવતો આ પલટો ખેડૂતોની ચિંતામાં વધારો કરી રહ્યો છે. સાથે જ આવા વાતાવરણના લીધે રોગચાળો પણ વધી રહ્યો છે.
આવીજ અવનવી ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.