Gujarat Weather:– હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર રાજ્યમાં માવઠાને લઈને ખુબજ ભયકંર આગાહી કરવામાં આવી છે. જેમાં તેઓએ જણાવ્યું કે છેલ્લા 5 વર્ષમાં તમે ક્યારેય પણ આવું માવઠું નહિ જોયું હોય તેવું આ તારીખો દરમિયાન પડશે. તેઓનું કહેવું છે કે હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના લીધે રાજ્યમાં બપોર પછી અનેક જગ્યાઓ પર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.
તેઓએ જણાવ્યું કે તારીખ 26 થી લઈને 2 મેં સુધી દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો પર માવઠાની અસર જોવા મળશે આ અસર ખુબજ વધુ હશે અને આની સાથે સાથે આંધી અને વંટોળનું પ્રમાણ પણ જોવા મળશે.
તમને અહીં જણાવી દઈએ કે રાજ્યમાં હાલ બપોર પછી થી અનેક વિસ્તારો જેવા કે સૌરાષ્ટ્રના જૂનાગઢ, ધોરાજી માં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે.
વધુ માહિતી માટે નીચે આપેલ વિડિઓ ને પણ જુઓ
આવીજ હવામાનને લગતી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.