Zero Balance Account: અમુક વાર આપડી સમક્ષ એવા સંજોગો પણ ઉત્પન્ન થતા હોય છે જયારે આપડા બેંક ખાતામાં પૈસા હોતા નથી અને આપણે પૈસા ની ખુબજ જરૂર હોય છે.
આજના આ લેખમાં અમે તમને જણાવીશું કે જો બેંક ખાતામાં ઝીરો રૂપિયા પણ હોય તો પણ તમે 10 હાજર સુધી કેવી રીતે ઉપાડી શકો છો.
તો મિત્રો આ માટે તમારી આગળ પ્રધાન મંત્રી જન ધન ખાતું હોવું જોયે. જો આ ખાતું હશે તો તમે 10 હાજર સુધી ની રકમ ખાતામાંથી ઉપાડી શકશો અને સાથે તમને ડેબિટ કાર્ડ પણ આપવામાં આવશે જેની મદદ થી તમે ખરીદી પણ કરી શકશો.
પ્રધાનમંત્રી જનધન યોજનાને 2014 માં આપડા લોક લાડીલા શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદેશ્ય સામાન્ય માણસને જો તાત્કાલિક ધોરણે પૈસાની જરૂર પડે ત્યારે તેને કોઈની સામે હાથ ફેલાવો ન પડે અને તે પોતે પોતાના બેન્ક ખાતામાંથી પૈસા ઉપાડી શકે.
પેએમ જનધન ખાતાની વિષેશતા
જો તમે જનધન ખાતું ખોળાઓ છો તો તમને 2 લાખ રૂપિયાનો દુર્ઘટના વીમો, 30 હજાર રૂપિયાના લાઈફ કવર અને જમા રાશિ વ્યાજ પણ મળી શકે છે. અને આ સિવાય તમને rupay ATM કાર્ડ પણ મળશે.
તમને આ ખાતું ખોલવા પર 10 હજાર સુધીની ઓવરડ્રાફટની સુવિધા પણ મળશે.
પ્રધાનમંત્રી જનધન ખાતાને તમે કોઈપણ નજીકની બેંકમાં ખોલાવી શકો છો.
આ ખાતામાં તમારે મિનિમમ બેલેન્સ જાળવવાની જરૂરિયાત રહતી નથી..
જનધન ખાતું ખોલાવવા માટે ના ડોક્યુમેન્ટ
જો તમારે પ્રધાનમંત્રી જનધન ખાતું ખોલાવવું છે તો તમારે નીચે મુજબ ના ડોક્યુમેન્ટ જોશે.
- આધાર કાર્ડ,
- પાસપોર્ટ,
- ડ્રાઇવિંગ લાઇસન્સ
આ ખાતું ખોલાવવા માટે તમારે કોઈ પણ જાતની ફી આપવાની જરૂરિયાત રહતી નથી આ ખાતું કોઈ પણ ખોલાવી શકે છે. જેની ઉમર 10 વર્ષથી ઉપરની હોય તે.
આવીજ ઉપયોગી માહિતી દરરોજ વોટ્સએપ માં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
જો તમારે પણ 5 લાખ સુધીની લોન 2 મિનિટ માં મેળવવી હોઈ એ પણ ઘરે બેઠા તો નીચે આપેલ લિંક પર ક્લિક કરો અને મેળવો સંપૂર્ણ માહિતી.