You are currently viewing ગુજરાતના માથે મંડરાઈ રહ્યું છે જળસંકટનું એંધાણ, પીવાના પાણીના પડી જશે ફાંફા, આ તારીખોમાં હિટવેવની આગાહી

ગુજરાતના માથે મંડરાઈ રહ્યું છે જળસંકટનું એંધાણ, પીવાના પાણીના પડી જશે ફાંફા, આ તારીખોમાં હિટવેવની આગાહી

ગુજરાતે હવે ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. આગામી દિવસોમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થશે. માર્ચના અંત સુધીમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી શકે છે. ગરમીની સાથે સાથે ઉનાળામાં રાજ્યમાં પાણીની કટોકટી પણ સર્જાઈ શકે છે.

ઉત્તર ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં જળસંકટ

ઉત્તર ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રના જળાશયોમાં માત્ર 40 ટકા ઓછું પાણી બચ્યું છે. આમ, રાજ્યના કુલ જળાશયોમાં માત્ર 57 ટકા પાણી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ રાજ્યમાં આકરી ગરમી પડશે. ગુજરાતના મોટાભાગના હીટવેવ વિસ્તારોમાં તાપમાન 39-40 ડિગ્રી રહેવાની શક્યતા છે. કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને અમરેલીમાં હીટવેવની અપેક્ષા છે. જેમાં પવનની દિશા ઉત્તર-પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેશે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી

ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની અપેક્ષા છે. પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, કચ્છમાં આકરી ગરમી પડશે. તેથી ગીર સોમનાથમાં આકરી ગરમી પડવાની આશંકા છે. અત્યાર સુધી મોટાભાગના શહેરોનું તાપમાન 38 ડિગ્રીથી ઉપર નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમી શરૂ થઈ જાય છે, પરંતુ આ વર્ષે માર્ચનું સામાન્ય તાપમાન ગત વર્ષની સરખામણીએ ઓછું રહ્યું છે. માર્ચની શરૂઆતમાં કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો, પરંતુ આ મહિનાના બીજા સપ્તાહથી ગુજરાતના લોકો ગરમીનો અહેસાસ કરી રહ્યા છે.

હીટ વેવ દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો

ગરમીના કારણે લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે
બપોરે બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ
પાણી અને લીંબુના રસનું સેવન વધારવાનું સૂચન
તમારી જાતને ગરમીથી બચાવવા માટે રૂમાલ અથવા હેલ્મેટનો ઉપયોગ કરો.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply