You are currently viewing એપ્રિલ મહિનાના હવામાનમાં કેવા ફેરફારો થશે? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની કાલવૈશાખીની આગાહી

એપ્રિલ મહિનાના હવામાનમાં કેવા ફેરફારો થશે? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની કાલવૈશાખીની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં એપ્રિલ મહિના દરમિયાન હવામાન કેવું રહી શકે છે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં તેમણે દેશમાં તથા ગુજરાતમાં પ્રી-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે છાંટા થવાની અને આંધી-વંટોળ સાથેનું હવામાન રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. આ સાથે તેમણે ભારે પવનના કારણે કાચા મકાનોના પતરાં ઉડી જાય તેવો ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. માર્ચ મહિનાથી ગુજરાત સહિત દેશમાં હીટવેવની વોર્નિંગ અપાઈ છે ત્યારે આગામી મહિને એટલે કે એપ્રિલમાં અંબાલાલ પટેલે કાળઝાળ ગરમી પડવાની અને પારો ઊંચો જવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલે માર્ચના અંતમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે, જેમાં દેશના ઉત્તર-પૂર્વના ભાગોમાં આંધી-વંટોળની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં પ્રી-મોન્સુન એક્ટિવિટી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના કારણે હવામાનમાં પલટો આવવાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલે એપ્રિલની શરુઆતમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની તથા આંધી આવવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. તારીખ 3-5 દરમિયાન દક્ષિણ ભારતના હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ પણ અંબાલાલ વ્યક્ત કરી રહ્યા છે.

એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં ગુજરાતના હવામાનમાં પણ પલટો આવી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. આ દરમિયાન ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પ્રી-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે ક્યાંક છાંટા થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તારીખ 8-9 એપ્રિલ દરમિયાન દેશના પર્વતિય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષોપની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

એપ્રિલના મધ્યમાં એટલે 12થી 14 તારીખ દરમિયાન પણ ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તારીખ 16-18 એપ્રિલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે, આ પછી 19-20 એપ્રિલે મધ્યપ્રદેશનું હવામાન બદલાશે. 24થી 26 જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી અંબાલાલ કરી રહ્યા છે, જેમાં કેટલાક ભાગોમાં છાંટા પણ થઈ શકે છે.

એપ્રિલ મહિનામાં કાલવૈશાખીનો અનુભવ થવાની સંભાવનાઓ અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યા છે. જેમાં માર્ચના મધ્યથી જૂનના મધ્ય સુધી ગરમ પવનો ફૂંકાય છે અને તેના કારણે લૂ સહિતની અસર થતી હોય છે. અંબાલાલે આ ઉનાળા દરમિયાન આકરી ગરમી પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. એપ્રિલ મહિના દરમિયાન તેમણે તાપમાનનો પારો રાજ્યમાં 43-44 ડિગ્રી સુધી જવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે.

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply