You are currently viewing અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી આ તારીખોમાં ગુજરાતમાં આંધી વંટોળ, ગરમી અને લૂ આવશે

અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી આ તારીખોમાં ગુજરાતમાં આંધી વંટોળ, ગરમી અને લૂ આવશે

Ambalal Patel Scary Prediction Summer:- બપોર થતાં જ ઉનાળાની ગરમીનો અહેસાસ થવા લાગે છે. હવે ધીમે-ધીમે તાપમાન પણ વધશે. સાથે જ હવામાન નિષ્ણાતોનું અનુમાન છે કે ચાલુ વર્ષોનો ઉનાળો આકરો રહેશે. આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી સમયમાં રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગે અનુમાન વ્યક્ત કર્યું છે. ખાસ કરીને લોકસભાની ચૂંટણીની જાહેરાત થઇ ચૂકી છે અને ગુજરાતની 26 બેઠકો માટે ત્રીજા તબક્કામાં એટલે કે 7મી મેના રોજ મતદાન થશે. આવામાં અંબાલાલ પટેલે 7મીમેના રોજ ગુજરાતનું હવામાન કેવું રહેશે? તે અંગે અનુમાન વ્યક્ત કર્યું છે. ચાલો, જાણીએ ઉનાળા અંગે અંબાલાલ પટેલની આગાહી…

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આજથી વાદળો આવવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગો, છૂટાછવાયા ભાગોમાં આજે વાદળ આવી શકે છે. 26 માર્ચ સુધીમાં ઘણા ભાગોમાં વાદળ આવી શકે છે. આ અરસામાં દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં 2થી 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે. હવે આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોના જમ્મુ કાશ્મીર, પંજાબ, હિમાલયના ભાગોમાં અસર થવાની શક્યતા રહેશે. જોકે, વધુ અસર ગુજરાત પર થશે નહીં.

દક્ષિણ પૂર્વિય તટ પરથી આવતી વરસાદી સિસ્ટમ દેશના મધ્ય ભાગ થઈ પૂર્વ મધ્યપ્રદેશ સુધી આવતા અને અરબ સાગરનો ભેજ મળતા આ સિસ્ટમના લીધે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો સુધી હવામાનમાં પલટો આવી શકે છે અને કેટલાક ભાગોમાં છાટા કે હળવો વરસાદ થઇ શકે છે.

માર્ચ મહિનમાં મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સુધી જવાની શક્યતા રહેશે અને એપ્રિલ મહિનાથી આકરી ગરમી ગુજરાતમાં રહેશે. રાજસ્થાનના ભાગો 48થી 49 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા વગેરે ભાગોમાં સખત ગરમી પડી શકે છે.

26 એપ્રિલથી 10 મે સુધીમાં અરબ દેશોમાંથી આવતો ધુટ કટ તેમજ દેશના કેટલાક ભાગોમાં આંધી-વંટોળનું પ્રમાણ અને તેની અસર ગુજરાતથી ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી થઇ શકે છે. આ વર્ષે પવનની ગતિ વધુ રહેશે. એપ્રિલ મહિનામાં પલટો આવશે. 10 મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતનું પ્રમાણ વધશે. ગુજરાતમાં આંધીનું પ્રમાણ વધશે. 25 મેથી અરબ સાગરમાંથી હવાના હળવા દબાણ ઉભા થવાની અને 8 જુન સુધીમાં અરબ સાગરમાં હલચલ વધી શકે છે.

ગુજરાતમાં ઉનાળામાં કાળઝાળ ગરમી પડે છે. ચાલુ વર્ષે તો ઉનાળામાં લોકસભાની ચૂંટણી પણ છે. આ સમયગાળો રાજકીય પક્ષો માટે મહેનત માગી લેશે. કારણ કે ગુજરાતમાં 7 મેના રોજ મતદાન છે અને અંબાલાલ પટેલનું અનુમાન છે કે 7 મેના રોજ ગુજરાતમાં આંધી વંટોળ, ગરમી, લૂ પડવાની શક્યતા રહે અને 10 મે આવતા ગતિ વધી શકે છે.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply