You are currently viewing Gujarat Dragon Fruit Subsidy | કમલમ ફ્રૂટની ખેતી માટેની સહાય.

Gujarat Dragon Fruit Subsidy | કમલમ ફ્રૂટની ખેતી માટેની સહાય.

Gujarat Dragon Fruit Subsidy | kamalam Fruit Farming Subsidy | IKhedut Portal | Gujarat Government Schemes For Farmers | 50% Subsidy To Farmer For Dragon Fruit Cultivation | કમલમ ફ્રુટ ની ખેતી માટે ગુજરાત સરકાર ખેડૂતો માટે વાવેતર ખર્ચ ના 50% સુધી ની સબસીડી આપી રહી છે.

Dragon (kamalam) Fruit Farming in Gujarat | ગુજરાતમાં ડ્રેગન ફ્રુટની ખેતી

આજે, ગુજરાત રાજ્યના ખેડૂતો ખેતી માં કંઈક નવું કરવું તેવો અભિગમ લઇ ને નવા નવા પાકો નું વાવેતર કરી રહ્યા છે અને અવનવી સિદ્ધિઓ હાસિલ કરી રહ્યા છે.

ત્યારે આપડા ગુજરાત રાજ્ય માં બાગાયત ક્ષેત્રે નવાજ પાક તરીકે ઉભરી આવતો પાક એટલે કે ડ્રેગન ફ્રુટ. ડ્રેગન ફ્રુટ એ સામાન્ય રીતે ઔષધિ ગુણૉ થી ભરપૂર હોઈ છે, અને તેમાં સારા એવા પ્રમાણ માં પોશક તત્વો રહેલા હોઈ છે. જે મનુષ્યના શરીર માટે તો ઉપયોગી છેજ પરંતુ તેટલાજ પ્રમાણમાં  જમીન ની ફળદ્રુપતા માટે પણ ઉપયોગી છે. તેથીજ ખેડૂતો આ પાક તરફ વળી રહ્યા છે.

પરંતુ ડ્રેગન ફ્રુટ નું પ્લાન્ટેશન ખુબજ ખર્ચાળ અને લાંબા સમયે તેનું ઉત્પાદન મળતું હોવાથી ઘણા સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા ખેડૂતો આવા પાક નું વાવેતર કરી સકતા નથી.

આથી, આવા ખેડૂતો ની સહાય માટે રાજ્ય સરકાર આગળ આવી છે. અને ખેડૂતો નવા નવા પાકો નું વાવેતર કરી ને અવનવી સિદ્ધિ હાસિલ કરે. તે માટે ખેડૂતો ને પ્રોત્સાહન રૂપી સહાય યોજના બહાર પાડે છે.

આ લેખ માં આપણે આવીજ એક સહાય યોજના એટલે કે ડ્રેગન ફ્રુટ ના વાવેતર માટે સરકાર 50% સુધી ની સહાય આપે છે. તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશુ.

Purpouse of kamlam fruit farmig subsidy/કમલમ ફ્રુટ ખેતી માટે ની સહાય યોજના નો હેતુ.

આજે દિવસે ને દિવસે ઝેર યુક્ત આહાર ને લીધે આપણું સ્વાસ્થય બગડી રહ્યું છે આવા સમયે ડ્રેગન ફ્રુટ એટલે કે ( કમલમ ફ્રુટ) સારા એવા પ્રમાણ માં સહાય રૂપ બની શકે છે કારણ કે તેમાં વિટામિન સી, કેલ્શિયમ અને એન્ટી ઓક્સિડન્ટ થી ભરપૂર હોય છે.

જે શરીર માં બ્લડ પ્રેશર ના પ્રમાણ ને જાળવવા માટે મદદરૂપ બની રહે છે, અને સાથે તે ડાયાબિટસ ને પણ રોકવા માં મદદ રૂપ થાય છે. આવા બધા ફાયદાઓને લીધે જ સરકાર પણ આવા પાકો નું વાવેતર પ્રમાણ વધે તે માટે સહાય આપે છે. Dragon (Kamalam) Fruit Farming Subsidy ની I KHEDUT PORTAL પર અરજી કરવાની પ્રક્રિયા ચાલુ થયેલ છે.

યોજના નું નામ ગુજરાત ડ્રેગન ફ્રુટ ફાર્મિંગ સહાય
યોજના ના લાભાર્થી ગુજરાત રાજ્ય ના ખેડૂતો
ભાષા ગુજરાતી અને અંગ્રેજી
આ યોજનાનો ઉદેશ્ય ઔષધિ ગુનો થી ભરપૂર ડ્રેગન ફ્રુટ ની ખેતી કરવા માટે ખેડૂતો ને પ્રોત્સાહન રૂપી યોજના અમલમાં મૂકી છે.
આ યોજના દ્વારા ખેડૂત ને મળવા પાત્ર સહાય રકમ ખેડૂતો ને યુનિટ કોસ્ટ અંદાજિત ખર્ચ રૂ. 6,00,000/- લાખ હેકટર ખેડૂતોને ખર્ચના 50% મુજબ 3,00,000 લાખ સુધી ની સહાય મળશે.
અરજી કરવા માટે ની વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/
અરજી કરવા ની છેલ્લી તારીખ 8/8/2022

ડ્રેગન ફ્રુટ યોજનાની પત્રતા. ( eligibility of dragion fruit)

ગુજરાત રાજ્ય ના બાગાયત વિભાગ દ્વારા બહાર પાડવા માં આવેલ ડ્રેગન ફ્રુટ ના વાવેતર ખર્ચ માટે ની સહાય યોજના નીચે જણાવેલ સરતો અને નિયમો ના આધારે આપવામાં આવશે.

  • અરજી કરનાર ખેડૂતો ને પોતાની માલિકી ની જમીન ધરાવતા હોવા જોઈએ.
  • ડ્રેગન ફ્રુટ નું વાવેતર માટે નું પ્લાનટેશન મટેરિઅલ NHB (National Horticulture Board) રાષ્ટ્રીય બાગાયત બોર્ડ દ્વારા ઍક્રિડેશન થયેલ કૃષિ યુનિવર્સિટી અને બાગાયત ખાતા ની નર્સરી માંથી ખરીદવા નું રહશે.
  • આ અરજી કરનાર ખેડૂત ગુજરાત રાજ્ય નો હોવો જોયે.
  • સમિતિ દ્વારા રજીસ્ટર થયેલ નર્સરી અને ટીસ્યુ લેબ પાસેથી પણ પ્લાન્ટિંગ મટેરીયલ ખરીદી કરી  શકાશે.
  • ખેડૂતોએ પોતાની પસંદગીનું સારી ગુણવત્તાવાળુ પ્લાન્ટીગ મટીરીયલ્સ નર્સરીમાંથી મેળવી વાવેતર કરે તો તેઓને સહાય મળવાપાત્ર રહેશે.
  • જે ખેડુતો જોડે પિયત સગવડ ઉપલબ્ધ હશે તેમને લાભ મળવાપાત્ર રહેશે.
  • જે ખેડુતો કલ્સ્ટરમાં વાવેતર કરશે તો તેમને અગ્રીમતા આપવામાં આવશે.
  • અરજદારોને જે તે જિલ્લાને ફાળવેલ લક્ષાંકની મર્યાદામાં લાભ મળવાપાત્ર રહેશે.

ડ્રેગન ફ્રૂટ ની ખેતી માટેની સહાય યોજના નું સહાય ધોરણ

રાજ્ય સરકાર ખેડૂતોને કમલમ ફ્રૂટની ખેતી કરવા માટે વિવિધ પ્રકારની સહાય ખેડૂતના બેન્ક ખાતામાં જમા કરે છે, જે નીચે મુજબ ની હોય છે.

  • યુનિટ કોસ્ટ:- રૂ. ૬,૦૦,૦૦૦/હેકટર સહાય સામાન્ય જાતિના ખેડુતને ૫૦% અથવા મહત્તમ રૂ. ૩,૦૦,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
  • લાભાર્થી દિઠ આજીવન ૦.૨૦ હેકટર થી મહતમ ૧ હેકટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.
  • આ યોજના હેઠળ પ્રથમ વર્ષે એક હેકટરના વિસ્તાર માટે કુલ ૧૧૧૧ નંગ સિમેન્ટપોલ /પાઇપ મુજબ મહતમ ખર્ચ- રૂ. ૩,૩૩,૦૦૦/- ધ્યાને લેવાનો રહેશે. જયારે પ્લાન્ટીગ મટીરીયલ માટે પ્રતિ હેકટર ૪૪૪૪ નંગ રોપા મુજબ મહતમ ખર્ચ- રૂ. ૧,૫૫,૫૪૦/- ધ્યાને લેવાનો રહેશે. પ્રથમ વર્ષે થયેલ કુલ ખર્ચને ધ્યાને લઈ ૫૦ ટકા અથવા મહત્તમ રૂ. ૨,૪૪,૪૨૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
  • જયારે બીજા વર્ષે એક હેકટરના વિસ્તાર માટે કુલ ૧૧૧૧ નંગ હેડ રીંગ અથવા ૪૦૦ કિ.ગ્રા ટ્રેલીઝીંગ અને વાયરનો મહતમ ખર્ચ- રૂ. ૧,૧૧,૧૬૦/- ધ્યાને લેવાનો રહેશે. બીજા વર્ષે હેડ રીંગ/ ટ્રેલીઝીંગમાં થયેલ કુલ ખર્ચને ધ્યાને લઈ ૫૦ ટકા અથવા મહત્તમ રૂ. ૫૫,૫૮૦/-બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.

ડ્રેગન ફ્રૂટ સહાય યોજના મેળવવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ 

ખેડૂતો ને ડ્રેગન ફ્રુટ ની સહાય મેળવવા માટે I KHEDUT PORTAL પર ઓનલાઇન એપ્લિકેશન ભરવા નું હોઈ છે, આના માટે નીચે જણાવેલ ડોક્યુમેન્ટ ની જરૂરિયાત હોઈ છે.

  • ખેડૂત ના આધાર કાર્ડ ની ક્ષેરોક્ષ.
  • રાશન કાર્ડ ની ઝેરોક્ષ.
  • બેંક ખાતાના પાસબુક ની ઝેરોક્ષ
  • જમીન સયુંકત ખાતેદાર તરીકે હોઈ તો તેવા કિસ્સા મા 7-12 અને 8-અ જમીન માં અન્ય ખેડૂત ના સંમતિ પત્ર.
  • જો કોઈ ખેડૂત મિત્ર દિવ્યાંગ હોઈ તો તે દિવ્યાંગ ધરાવતા હોવાનું પ્રમાણ પત્ર
  • જે ખેડૂત S.T અને S.C હોઈ તે જાતિ નું પ્રમાણ પત્ર ( લાગુ પડતુ હોઈ તે)
  • જો કોઈ ખેડૂત સહકારી મંડળી ના સભ્ય હોઈ તો તેની વિગતો ( લાગુ પડતું હોઈ તે)
  • જો કોઈ ખેડૂત દૂધ ઉત્પાદક મંડળી ના સભ્ય હોઈ તો તેની વિગત જણાવી ( લાગુ પડતું હોઈ તે)
જો આ માહિતી તમને ઉપયોગી થઇ હોઈ તો તમારા મિત્રો સાથે શેર  કરજો જેથી તે પણ આ સહાય નો લાભ મેળવી શકે.
મિત્રો સાથે શેર કરો

This Post Has One Comment

Leave a Reply