Bhavnath Fair: ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ સમાન શિવરાત્રીનાં મેળાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જૂનાગઢનાં ભવનાથ તિર્થ ક્ષેત્રમાં શિવરાત્રીનો મેળો યોજાય છે. મેળામાં મોટી સંખ્યામાં ભાવિક ઉમટી પડે છે. તેમજ મેળાનાં પાંચ દિવસ દિગમ્બર સાધુઓ ધૂણી ધખાવે છે. ત્યારે કલેકટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.
આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પધારતા હોય છેp ત્યારે તેમને જરૂરી પ્રાથમિક સુવિધાઓ મળી રહે, વ્યવસ્થાઓ જળવાઈ અને સુચારુ આયોજન માટે કલેક્ટરએ એક આદેશ દ્વારા 13 જેટલી સમિતિઓની રચના કરી છે.
ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ તળેટી વિસ્તારમાં પરંપરાગત રીતે દર વર્ષે મહા વદ -9 એટલે કે તા.5 માર્ચે સ્વયંભૂ મેળાનું પ્રારંભ થશે. મહાશિવરાત્રીનો મેળો આધ્યાત્મિક અને પૌરાણિક રીતે વિશેષ મહત્વ ધરાવતો હોવાથી આ મેળામાં સાધુ સંતોની સાથે વિશાળ જન સમુદાય ઉમટી પડે છે. કલેકટરએ આ સમિતિઓની રચના દ્વારા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને જુદી જુદી ફરજો સોંપી છે. જેથી સંકલન સાથે જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરી શકાય છે.
આ પણ જુઓ:- અબુધાબી હિન્દુ મંદિરના ઉદઘાટનની આતુરતાનો અંત આજથી શરૂ થઈ ગઈ વિવિધ વિધિઓ જુઓ અહીં ક્લિક કરીને