You are currently viewing ગાલ પર ગુલાલ, મનોહર લાગે છે કૌશલ્યાના લાલ! ઘરે બેઠા કરો રામ લલ્લાના દર્શન

ગાલ પર ગુલાલ, મનોહર લાગે છે કૌશલ્યાના લાલ! ઘરે બેઠા કરો રામ લલ્લાના દર્શન

આયોધ્યામાં રામ લલ્લાને નિત નવા શણગાર કરવામાં આવી રહ્યા છે. જોકે પ્રાણ પ્રતિષ્ઠા બાદ મંદિરમાં પહેલી વસંત પંચમીની  ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વસંત પંચમીના દિવસે રામ લલ્લાને અબીર અને ગુલાલ અર્પણ કરવામાં આવ્યા હતા. તસવીરોમાં રામલલાના ચહેરા પર અબીર અને ગુલાલ સ્પષ્ટ દેખાય છે. રામ લલ્લાનું આ સ્વરૂપ મનોરમ્ય લાગી રહ્યું છે.

વસંત પંચમી નિમિત્તે રામ લલ્લાના વસ્ત્રો બદલવામાં આવ્યા હતા. રામ લલ્લાને પીળા વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતા. આ સાથે જ પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલાએ જે ઘરેણા પહેર્યા હતી તેને ઉતારીને તેઓને નવા ઘરેણાં પહેરાવવામાં આવ્યા હતા.

રામ લલ્લાની જ્વેલરીમાં, સોનેરી મુગટ અને કૌસ્તુભ રત્ન માળા સિવાય, ગળાની પટ્ટીને નવી અને થોડી હળવી જ્વેલરીથી બદલવામાં આવી હતી. આ સાથે, બાકીની તમામ જ્વેલરીનો બીજો સેટ પણ પહેરવામાં આવ્યો હતો. વસંત પંચમીના અવસર પર રામલલાને નવા પિતામ્બર સાથે નવો મુગટ આપવામાં આવ્યો હતો. રામ મંદિરના પૂજારીના જણાવ્યા પ્રમાણે, રામ લલ્લાએ પહેરેલા મુગટનું વજન ઘણું વધારે હતું.

રામ મંદિરમાં બેઠેલા રામ લલ્લાની સાથે, ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણજીને પણ નવા પિતાંબર સાથે નવો મુગટ પહેરાવવામાં આવ્યો હતો. વસંત પંચમી નિમિત્તે તેઓને 56 ભોગ ધરાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, ભારે ફૂલોની માળાને બદલે ભગવાન રામને એલચીની માળા પણ પહેરાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, વસંત પંચમીને ઉનાળાની ઋતુની શરૂઆત માનવામાં આવે છે. આ બદલાતી ઋતુમાં રામ લલ્લાને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે ભગવાનને ભારે ઘરેણાંને બદલે હળવા આભૂષણો પણ પહેરાવવામાં આવ્યા છે.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply