You are currently viewing કેરીના રસિયાઓ માટે આવ્યા માઠા સમાચાર, જલ્દીથી જોઈલો અહીં ક્લિક કરીને

કેરીના રસિયાઓ માટે આવ્યા માઠા સમાચાર, જલ્દીથી જોઈલો અહીં ક્લિક કરીને

ઉનાળો આવતાની સાથે જ કેસર કેરી પ્રેમીઓ કેસર કેરીની રાહ જોવા લાગે છે, આ વખતે પ્રતિકૂળ હવામાન ન હોવાના કારણે કેરીના પાકમાં ઘણો બદલાવ આવ્યો છે, જેના કારણે ભારે નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ વખતે કેરીનો પાક. મોડો આવે તેવી સંભાવનાઓ લાગી રહી છે.

હાલમાં આબોહવા પ્રમાણે કેરીના પાકમાં જે ફેરફાર થવો જોઈએ તે કેરીના પાકમાં જોવા મળ્યો નથી અને હાલમાં આબોહવાથી વિપરીત કેરીના પાકમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આથી આ વખતે કેરી ઓછી અને મોડી મળવાની સંભાવના છે. હાલ આ માહિતી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગના ડીન ડી.કે સાહેબે આપી છે.

કેરી ખૂબ જ સંવેદનશીલ પાક છે

જો કોઈ એક પાક છે જે આબોહવાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે, તો તે કેરી છે. આ વર્ષે વાતાવરણ અનુકૂલિત ન હોવાથી ફૂલોની પ્રક્રિયા લગભગ 15મી નવેમ્બર પછી શરૂ થઇ છે. સૌથી વધુ ફૂલો ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આવે છે. કેરી માટે પર્યાવરણ સિવાય અન્ય ઘણા પરિબળો જવાબદાર છે, પરંતુ પર્યાવરણ એ મુખ્ય ભાગ છે.

કેરીનો સારો પાક ત્યારે જ શક્ય બને છે જ્યારે વાતાવરણમાં તાપમાન અને ઠંડક વચ્ચે સંતુલન હોય. જ્યારે રાત્રે 15 ડિગ્રી અને દિવસ દરમિયાન 25 ડિગ્રી તાપમાન રહે ત્યારે જ કેરીનો સારો પાક મેળવી શકાય છે. હાલમાં, વાતાવરણની વિસંગતતાઓને કારણે, આ વર્ષે મોટા ફેરફારો નોંધાયા છે. હાલમાં પણ દિવસ દરમિયાન તાપમાન 35 ડિગ્રી સુધી નોંધાઇ રહ્યું છે. આમ, રાત્રિ અને દિવસ વચ્ચે 22 ડિગ્રી સુધીનો ફેરફાર કેરીના પાકને અસર કરી રહ્યો છે.

જૂનાગઢના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં આ પાકનું આગમન થયું છે, પરંતુ ઋતુ પરિવર્તનના કારણે આ પાકને પણ અસર થઈ છે. કેટલાક બગીચા એવા છે કે જે ગયા વર્ષે ફૂલ નહોતા આવ્યા અને હવે ખીલી રહ્યા છે.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply