રાજ્યમાં હાલ ચાલી રહેલી શિયાળાની ઋતુ હવે વિદાયના તબક્કામાં છે. શિયાળાની વિદાયની પ્રોસેસ શરૂ થઇ ચૂકી છે અને આગામી સમયમાં ગરમીની શરૂઆત થશે. તે પહેલા આ સિઝન બદલાઇ રહી છે તે સમયગાળા દરમિયાન રાજ્યનું હવામાન પલટાય તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉત્તર ભારત પરથી પસાર થનારા એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં પણ જોવા મળી શકે તેમ છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ રાજ્યના ભાગોમાં માવઠાની શક્યતાને લઇને મહત્વની માહિતી આપી છે. 19થી 21 તારીખ દરમિયાન રાજ્યના કયા-કયા ભાગોમાં માવઠું થઇ શકે અને આ માવઠું કેવું હશે? તે અંગે પણ તેમણે માહિતી આપી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુ ટ્યુબ વીડિયોમાં જણાવ્યું છે કે, હાલ શિયાળાની વિદાયની પ્રોસેસ ચાલુ છે. સાથે-સાથે ઉત્તર ભારત પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઇ રહ્યું છે. આ એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને તે પસાર થવાને કારણે પણ ગુજરાતના હવામાનમાં બે-ચાર દિવસ થોડી ઠંડી જોવા મળશે. તે સામાન્ય ઠંડી હશે. તે પછી ધીમે-ધીમે તાપમાન ઊંચુ જવાનું ચાલુ થશે. આમ, ધીમે-ધીમે આપણે ઉનાળા તરફ જઇ રહ્યા છે.
ઉનાળા તરફ જઇ રહ્યા છે, ત્યારે વારંવાર હવામાનમાં જે અસ્થિરતા ફેલાતી હોય છે. અચાનક ઠંડીમાંથી ગરમી, પવનોની દિશા બદલાય છે, વાદળો, માવઠા જેવા ઝાપટા પડી જાય, તેવી વસ્તુઓ થતી હોય છે.
હાલ એવું લાગી રહ્યું છે કે, આવનારા બે-ચાર દિવસ માટે રાજ્યના હવામાનમાં પલટો આવશે. જેમાં 19થી 21 તારીખ સુધી કોઇપણ એકાદ દિવસ એવો હશે કે જેમાં રાજ્યના અમુક વિસ્તારની અંદર સામાન્ય ઝાપટા પડી શકે છે. ઘણી જગ્યાએ વાદળ થશે અને કોઇ જગ્યાએ સામાન્ય ઝાપટા પડી શકે છે.
ઝાપટા કે છાંટા પડવાની શક્યતા માની રહ્યા છે તેમાં મધ્ય ગુજરાતમાં આણંદ, નડિયાદ, ખેડાની આસપાસના કોઇ ગ્રામ્ય વિસ્તાર હોઇ શકે છે. પરંતુ વધારે શક્યતા કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં
કચ્છના ઘણા બધા વિસ્તારો એવા હશે કે જ્યાં આવનારા બે-ત્રણ દિવસમાં છાંટા પડી શકે છે. જોકે, આ કોઇ મોટું માવઠું નથી. કોઇ ડરવાની કે ગભરાવવાની જરૂર નથી. એકમ હળવા છાંટછૂટ હશે. તે પણ દરેક જગ્યાએ નહીં હોય.
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં છૂટાછવાયા સામાન્ય છાંટાની શક્યતા છે. ક્યાંક હળવા ઝાપટા પડી જાય તે વાત અપવાદ રહેશે. તે સિવાયના વિસ્તારોમાં ઘાટા વાદળ થઇ શકે છે અને એક ડરામણું માહોલ ઊભું થઇ શકે છે, પરંતુ ડરવાની કોઇ જરૂર નથી.