You are currently viewing Today mango prices: અમરેલી માર્કેટમાં કેસર કરતા હાફૂસ કેરી મોંઘી, જાણો શું રહ્યાં ભાવ

Today mango prices: અમરેલી માર્કેટમાં કેસર કરતા હાફૂસ કેરી મોંઘી, જાણો શું રહ્યાં ભાવ

Today mango prices: ઉનાળામાં વિવિધ ફળ આવતા હોય છે. પરંતુ સૌથી વધુ કેરીની રાહ જોવાતી હોય છે. ઉનાળામાં કેસર કેરીનું આગમન થાય છે. કેસર કેરી લોકો ખાવાનું પસંદ કરે છે. ઉનાળાની શરૂઆત થતા બજારમાં કેરી દેખાવા લાગી છે. હાલ બજારમાં ઓછા પ્રમાણમાં તમામ પ્રકારની કેરી દેખાઇ રહી છે. અમરેલી જિલ્લામાં કેસર કેરીનું આગમન થયું છે. અમરેલી જિલ્લામાં કેસર કેરીનો ભાવ 1200 રૂપિયાથી 2900 રૂપિયા સુધી પહોંચ્યો છે. માર્કેટમાં હાફૂસ કેરીની હરાજી કરવામાં આવી હતી. હાફૂસ કેરીનાં ભાવ સારા રહ્યાં છે.

અમરેલી જિલ્લોએ કેસર કેરીનો ગઢ ગણવામાં આવે છે.અમરેલી જિલ્લાના ધારી, સાવરકુંડલા, ખાંભા સહિતના તાલુકામાં કેસર કેરીના બગીચા આવેલા છે અને હાલ કેસર કેરીને આવક શરૂ થઈ છે.અમરેલીના સ્થાનિક વેપારીએ જણાવ્યું કે, અમરેલી જિલ્લાના ફ્રૂટ માર્કેટમાં કેસર કેરીની આવક શરૂ થઈ છે. 15 ક્વિન્ટલ કેસર કેરીની આવક શરૂ થઈ છે. કેસર કેરીનો ભાવ 1200 રૂપિયાથી 2900 રૂપિયા સુધી નોંધાયો હતો. હાલો કેસર કેરીની માંગ આવક થતાની સાથે જ વધવા લાગી છે અને મોટી માત્રામાં લોકો કેસર કેરીની ખરીદી કરી રહ્યા છે.

અમરેલી જિલ્લામાં હાફૂસ કેરીની પણ આવક નોંધાય છે. હાફૂસ કેરીનો ભાવ 2000 રૂપિયા થી 3000 રૂપિયા નોંધાયો હતો અને સરેરાશ ભાવ 2600 રૂપિયા નોંધાયો હતો. 10 ક્વિન્ટલ હાફૂસ કેરીની આવક નોંધાઈ હતી. અમરેલી જિલ્લામાં 7000 હેક્ટર આવવાનું વાવેતર છે અને મોટી માત્રામાં આંબાની કલમો તૈયાર કરી અને ગુજરાત બહારના રાજ્યમાં મોકલવામાં આવે છે. જેથી મોટાભાગના ખેડૂતો બાગાયતી પાક કરી અને લાખો રૂપિયાની આવક પણ મેળવે છે.

અમરેલી જિલ્લામાં સીઝનની પ્રથમ કેસર કેરીનું આગમન થતાં કેસર કેરીના રસિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. 20 કિલોનો ભાવ 1200 રૂપિયાથી 2900 રૂપિયા સુધી નોંધાયો છે અને હાલ કેરીની આવક શરૂ થતાની સાથે જ કેરીની નિકાસ પણ શરૂ થઈ છે.

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply