CNG Price Hike : નવા વર્ષમાં પણ મોંઘવારીનો માર લોકોને પડતો રહ્યો છે. અદાણીએ નવા વર્ષમાં CNG ગેસના ભાવમાં ધરખમ વધારો કર્યો છે. અમદાવાદમાં CNGના ભાવમાં ફરી એકવાર 1 રૂપિયાનો વધારો થયો છે. ડિસેમ્બરમાં ભાવ વધારો થયા બાદ અઢી મહિનામાં ફરી વધારો કરવામાં આવ્યો છે. આ નવો ભાવ વધારો આજથી લાગુ થશે.
દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ લોકોની કમર તોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલ, સીએનસી, રાંધણગેસ, શાકભાજી, દૂધ સહિતની ખાદ્ય ચીજોના ભાવ સતત વધી રહ્યા છે. લોકો મોંઘવારીથી ત્રસ્ત છે. જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને છે. ત્યારે CNG ગેસની કિંમત એટલી વધી ગઈ કે તમે કલ્પના પણ નહીં કરી શકો. અદાણીએ CNGની કિંમતમાં એક રૂપિયાનો વધારો કર્યો છે. તો અમદાવાદમાં CNGની કિંમત 78.59 રૂપિયા થઈ ગઈ છે. સીએનજીના ભાવમાં સતત વધારાના કારણે રિક્ષાચાલકોની હાલત કફોડી બની છે. તેમજ આ ભાવ વધારાની સીધી અસર રિક્ષામાં સવાર મુસાફરો પર પડશે. ત્યારે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીને જીએસટી હેઠળ સમાવવાની માંગ કરવામાં આવી છે.
ભાવ ક્યારે વધ્યા? CNG Price Hike
જુલાઈ 1, 2023- 15 પૈસાનો વધારો
6 જુલાઈ 2023- 30 પૈસાનો વધારો
16 જુલાઈ 2023- 15 પૈસાનો વધારો
1 ઓગસ્ટ 2023- 15 પૈસાનો વધારો
2 ઓક્ટોબર 2023- 15 પૈસાનો વધારો
ફેબ્રુઆરી 21, 2024 – રૂ.નો વધારો.
ગુજરાતમાં CNGના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. અગાઉ CNGમાં વધારો 1 ડિસેમ્બર 2023ના રોજ કરવામાં આવ્યો હતો. આ પછી ફરી એકવાર વધારો થયો છે. છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ, ડીઝલ અને એલપીજી ગ્રાહકો મોંઘવારીનો માર સહન કરવા લાગ્યા હતા. પેટ્રોલ અને ડીઝલના ભાવ હવે ઘટવા લાગ્યા છે. તે પહેલા પણ સીએનજીના ભાવ વધવા લાગ્યા છે. આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળી શકે છે. અદાણીએ આજથી ગુજરાતમાં CNGના નવા ભાવ વધારાનો અમલ કર્યો છે.
અદાણી દ્વારા કરવામાં આવેલા આ ભાવ વધારાથી રિક્ષાચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ભાવ વધારાથી રિક્ષાચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. કારણ કે વધતા જતા ભાવને કારણે તેમની હાલત કફોડી બની છે.