You are currently viewing કરિયાણાની દુકાનો પર મળશે શરદી-ઉધરસની દવા? સરકાર વિચારણા પર, જાણો કારણ

કરિયાણાની દુકાનો પર મળશે શરદી-ઉધરસની દવા? સરકાર વિચારણા પર, જાણો કારણ

શરદી, ઉધરસ અને તાવમાં વપરાતી દવાઓ જનરલ સ્ટોર પર ઉપલબ્ધ કરાવવાની વિચારણા કરવામાં આવી રહી છે. જો કે હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. એવું કહેવાય રહ્યું છે કે OTCની નીતિ પર કામ કરતી સમિતિ એટલે કે ઓવર ધ કાઉન્ટર દવાઓ આ સૂચન પર વિચાર કરી રહી છે પણ હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી.

OTCમાં આ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે જેથી ખાંસી, શરદી અને તાવની દવા ગામડાઓમાં લોકો સુધી સરળતાથી પહોંચી શકે. આ માટે ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન લેવાની જરૂર નથી. આ વિશે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ‘અમેરિકા જેવા ઘણા દેશોમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી દવાઓ કરિયાણાની દુકાનો પર પણ ઉપલબ્ધ છે. ભારતની ઓટીસી પોલિસી પર કામ કરી રહેલા કેટલાક નિષ્ણાતો તરફથી એક સૂચન પણ આવ્યું છે, જેમાં અહીં પણ આવી સિસ્ટમ શરૂ કરવાની વાત કરવામાં આવી છે. જો કે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.’

OTC દવાઓ શું છે? 

નોંધનીય છે કે ઓવર ધ કાઉન્ટર દવાઓમાં એવી દવાઓનો સમાવેશ થાય છે જે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચી શકાય છે. અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં તેમના વર્ગીકરણ અને ઉપયોગ અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા છે.

જણાવી દઈએ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક અતુલ ગોયલે ભારતની OTC દવા નીતિ તૈયાર કરવા માટે એક વિશેષ સમિતિની રચના કરી હતી. કમિટીએ તાજેતરમાં પ્રિસ્ક્રિપ્શન વિના વેચી શકાય તેવી દવાઓની પ્રથમ યાદી સુપરત કરી છે, ત્યારબાદ સોમવારે ચર્ચા કરવા માટે બેઠક બોલાવવામાં આવી હતી.

રિપોર્ટ અનુસાર આ દવાઓ અંગે ચર્ચા કરવા માટે સોમવારે જ એક બેઠક પણ બોલાવવામાં આવી હતી, જેમાં ચર્ચા એવી હતી કે, ‘ભારતમાં પ્રિસ્ક્રિપ્શન દવાઓનું નિયમન છે, પરંતુ કાઉન્ટર પર વેચી શકાય તેવી કોઈ માર્ગદર્શિકા અથવા સૂચિ નથી.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘જો કોઈ દવાને પ્રિસ્ક્રિપ્શન ઓન્લી ડ્રગ તરીકે ખાસ લેબલ કરવામાં ન આવે તો તેને OTC ગણવામાં આવે છે.’

મિત્રો સાથે શેર કરો

Leave a Reply