You are currently viewing Gold-Silver price: સોના-ચાંદીમાં તેજી પાછી ફરી, જાણો તમારા શહેરના આજના તાજા ભાવ

Gold-Silver price: સોના-ચાંદીમાં તેજી પાછી ફરી, જાણો તમારા શહેરના આજના તાજા ભાવ

Gold-Silver price: સપ્તાહના બીજા કારોબારી દિવસે સોના-ચાંદીમાં તેજી પાછી ફરી છે. એક દિવસની મંદી બાદ ઘટેલા ભાવમાં આજે રિકવરી જોવા મળી રહી છે. સોનું ફરીથી 66,000ના સ્તર તરફ આગળ વધી રહ્યું છે. તો ચાંદી પણ 75,000ના સ્તર પર કાયમ છે. આજે સવારે 10.55 વાગ્યે એમસીએક્સ પર જૂનના વાયદાનું સોનું 0.44 ટકાના ઘટાડા સાથે 65,622 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે, બીજી તરફ મેના વાયદાનું ચાંદી 0.53 ટકાના ઘટાડા સાથે 75,551 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. સોના-ચાંદીમાં વૈશ્વિક સ્તરે દબાણ જોવા મળ્યા બાદ સ્થાનિક સ્તરે પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે. સ્થાનિક બજાર હોય કે વૈશ્વિક બજાર, 13 ફેબ્રુઆરી 2024ના રોજ સોનાએ નવો રેકોર્ડ નોંધાવ્યો છે. એમસીએક્સ પર સોનું તેજી સાથે 65,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે તેની નવી ઊંચાઈએ પહોંચી ગયું છે.

સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)

સવારે 10.55 વાગ્યે એમસીએક્સ પર જૂનના વાયદાનું સોનું 0.44 ટકાના ઘટાડા સાથે 65,622 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે, બીજી તરફ મેના વાયદાનું ચાંદી 0.53 ટકાના ઘટાડા સાથે 75,551 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)

ઓગસ્ટ 2020 બાદ લગભગ અઢી વર્ષ પછી 2 ફેબ્રુઆરીના રોજ સોનાએ 58 હજારની સપાટી પાર કરી અને 58,660 રુપિયાની ટોચે પહોંચીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે ત્યારબાદ સતત દોઢ-બે મહિને સોનું નવી નવી રેકોર્ડ કિંમતની સપાટી બનાવી રહ્યું છે. તેવામાં છેલ્લે એટલે કે 5 મે 2023ના રોજ સોનાએ ફરી અસામાન્ય રીતે ઉછળીને પોતાની નવી રેકોર્ડ કિંમત બનાવી હતી. MCX પર નોંધાયેલ આ નવી રેકોર્ડ કિંમત મુજબ એક તોલા સોનું 61,552 રુપિયા પર ટ્રેડ થયું હતું.

વધુ માહિતી માટે લિંક પર ક્લિક કરો goodreturns.in

સોનાની શુદ્ધતાના માપદંડ

કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. ‘BIS Care app’ મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply