Paresh Goswami prediction: ગુજરાતવાસીઓ સાવધાન રહેજો. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા રાજ્યના હવામાનને લઇને આગાહી કરવામાં આવી છે. જે દરેક ગુજરાતવાસીઓને અસર કરી શકે છે. તેમના મતે બેક ટુ બેક આકાશી આફત આવી શકે છે. જેમાં આગ દઝાડતી ગરમી અને તીવ્ર માવઠાની આગાહી કરાઈ છે.
આકરી ગરમી બાદ તીવ્ર માવઠાની આગાહી કરાઈ છે. આગાહીકાર પરેશ ગોસ્વામીના મતે 13થી 16મી એપ્રિલ સુધીના ચાર દિવસમાં વરસાદ થશે. જ્યારે કેટલાક ભાગમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થઈ શકે છે.
ગુજરાતમાં ગરમી અંગે આગાહીકાર પરેશ ગોસ્વામીની મોટી આગાહી સામે આવી છે. તેમના જણાવ્યાઅનુસાર, હાલમાં ગુજરાતમાં હિટવેવનો રાઉન્ડ ચાલે છે. હિટવેવનો રાઉન્ડ 13 એપ્રિલ સુધી ચાલશે. હીટવેવના રાઉન્ડમાં પારો ઊંચકાઈ શકે છે.
તેમના મતે, કેટલાક ભાગમાં પારો 41થી 43 ડિગ્રીએ ઊંચકાઈ શકે છે. કેટલાક ભાગમાં પારો 43 ડિગ્રીથી વધુ જઈ શકે છે. કેટલાક ભાગોમાં તાપમાન 44, 45 ડિગ્રી પહોંચી શકે છે.
સાથે જ તેમણે જણાવ્યું કે, 13થી 16 એપ્રિલ દરમિયાન ગુજરાતના અમુક ભાગોમાં માવઠાના વરસાદના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. જેની તીવ્રતા કચ્છ, સૌરાષ્ટ્ર્ અને ઉત્તર ગુજરાતમાં વધુ જોવા મળી શકે છે.
દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હળવા સામાન્ય છૂટાછવાયા ઝાપટા પડશે. કચ્છ, સૌરાષ્ટ્ર્ અને ઉત્તર ગુજરાતમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે તીવ્ર માવઠું થાય તેવું મારું વ્યક્તિગત અનુમાન છે.