You are currently viewing આ તારીખથી આઠ દિવસ ચાલશે હોળાષ્ટક: ભૂલથી પણ ન કરવા જોઈએ આવા કામ, નહી તો ઘરમાં રહે છે અશાંતિ અને દરિદ્રતા

આ તારીખથી આઠ દિવસ ચાલશે હોળાષ્ટક: ભૂલથી પણ ન કરવા જોઈએ આવા કામ, નહી તો ઘરમાં રહે છે અશાંતિ અને દરિદ્રતા

હિંદૂ ધર્મમાં હોળીનું પર્વ વર્ષના પ્રમુખ તહેવારોમાંથી એક છે. રંગ, ગુલાલ, ઉત્સવનો આ તહેવાર આખા દેશમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે. રંગોની હોળી રમતા પહેલા ફાગળ મહિનાની પુનમે હોળીકા દહન કરવામાં આવે છે. ત્યાર બાદ બીજા દિવસે રંગોની હોળી રમવામાં આવે છે.

હોળીનો પર્વ 5 દિવસ સુધી ચાલે છે. તેનો છેલ્લો દિવસ રંગ પંચમીના નામે ઉજવવામાં આવે છે.  ત્યાં જ હોળીથી 8 દિવસ પહેલા હોળાષ્ટક બેસી જાય છે. હોળાષ્ટક વખતે કોઈ પણ શુભ, ધાર્મિક માંગલિક કાર્ય નથી કરવામાં આવતું. આવો જાણીએ હોળાષ્ટક ક્યારથી લાગે છે અને આ સમયે કયા કયા કામ ન કરવા જોઈએ.

હોળાષ્ટક 2024 ક્યારથી છે? 

પંચાંગ અનુસાર આ વર્ષે 25 માર્ચે હોળી છે. હોળાષ્ટક ફાગળ મહિનાની આઠમથી શરૂ થઈ જાય છે અને હાળિકા દહનની સાથે સમાપ્ત થાય છે. આ વર્ષે હોળાષ્ટક 17 માર્ચથી બેસી રહ્યા છે અને 24 માર્ચ સમાપ્ત થશે.

હોળાષ્ટકમાં ન કરો આ કામ 

  • ધર્મ-શાસ્ત્ર અનુસાર હોળાષ્ટક વખતે હિંદૂ ધર્મમાં જણાવવામાં આવ્યું છે કે 16 સંસ્કાર સહિત કોઈ પણ શુભ કાર્ય કરવામાં નથી આવતું. જેમ કે લગ્ન, સગાઈ, મુંડન, કર્ણવેધ, નામકરણ વગેરે. તેના ઉપરાંત પણ અમુક કાર્ય છે જે હોળાષ્ટકમાં નથી કરવામાં આવતા.
  • હોળાષ્ટકમાં ભવન નિર્માણ, ગૃહ પ્રવેશ નથી કરવામાં આવતા. તેના ઉપકાંત ઘર કે પ્રોપર્ટી, વાહન વેચવા ખરીદવા પણ અશુભ માનવામાં આવે છે. આ નહીં તો આ કામોનું પણ અશુભ ફળ મળે છે.
  • હોળાષ્ટકમાં યજ્ઞ અને હવન જેવા ધાર્મિક અનુષ્ઠાન પણ ન કરવા જોઈએ. નહીં તો આ અનુષ્ઠાનોનું સંપૂર્ણ ફળ નથી મળતું.
  • હોળાષ્ટકમાં નવી દુકાન કે વ્યાપારનો શુભારંભ ન કરવો જોઈએ. નવી નોકરી જોઈન કરવી કે કોઈ અન્ય નવા કાર્ય કરવા પણ યોગ્ય નથી માનવામાં આવતા.
  • હોળાષ્ટકમાં સોના-ચાંદીના આભૂષણ, ઘરનો સજાવટનો સામાન, કીમતી સામાન ખરીદવાથી બચવું જોઈએ.
  • હોળાષ્ટકમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. તેનાથી બીમારી, કષ્ટો દૂર થાય છે.
મિત્રો સાથે શેર કરો

Leave a Reply